1. Home
  2. ગુજરાતી
  3. ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો
ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો

0
Social Share

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કંપનીની આવક 9% વધીને ₹2,889 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 76.5%, ઓપ. EBITDA માર્જિન 32.5% ઓપ. EBITDA 14% વધીને ₹939 કરોડ થયો છે. ટેક્સ બાદ ચોખ્ખો નફો 17%ના વધારા સાથે ₹453 કરોડ થયો છે. રખરખાવની પ્રવૃત્તિઓ માટે ઓગસ્ટ મહિનામાં સુનિશ્ચિત શટડાઉનને કારણે આ ક્વાર્ટરમાં ઇન્સ્યુલિનની આવકને અસર થઈ હતી. ડિસેમ્બરમાં વિનિર્માણ માટે સુનિશ્ચિત શટડાઉનને હટાવી લેવામાં આવશે, જેથી આ વર્ષના ચોથા ક્વાર્ટરમાં શોર્ટફોલ નોંધપાત્ર રીતે પુનઃપ્રાપ્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પરિણામે પૂરા નાણાંકીય વર્ષના પ્રદર્શન પર તેની કોઈ અસર રહેશે નહીં. ઉપરોક્ત માટે સમાયોજિત, ત્રિમાસિક સમયગાળામાં આવક વૃદ્ધિ 10% છે જેમાં ઓપરેટિંગ EBITDA વૃદ્ધિ 16% છે.

પ્રદર્શન સારાંશ: 

ભારત:

  • ફોકસ થેરાપીમાં આઉટપરફોર્મન્સને કારણે ભારતમાં આવક 13% વધીને ₹1,632 કરોડ રહી
  • AIOCD સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ 8% હતી.
  • ટોરેન્ટનો ક્રોનિક બિઝનેસ 14% ના દરે વધ્યો જ્યારે IPM વૃદ્ધિ 9% હતી, કંપનીના બિઝનેસમાં થયેલો વધારો કાર્ડિયાક વિભાગોમાં  મજબૂત સુધારાઓ અને એન્ટિ-ડાયાબિટીસ (OAD)ના નવા લોન્ચમાં સતત મળી રહેલ સફળતાને આભારી છે.
  • MATના આધારે ટોરેન્ટે નવા લોન્ચના મજબૂત પ્રદર્શનની મદદથી તમામ ફોકસ્ડ થેરાપીઓમાં બજાર કરતા સારું પ્રદર્શન કર્યુ છે. IPM ની ટોપ 500 બ્રાન્ડ્સમાં 21 બ્રાન્ડ્સ ટોરેન્ટની છે, જેમાં 13 બ્રાન્ડ્સ તો 100 કરોડથી વધુની છે.
  • નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ અર્ધમાસિક ગાળામાં કંપનીની આવક 14% ના વધારા સાથે ₹3,267 કરોડ રહી હતી

બ્રાઝિલ:

  • બ્રાઝિલની આવક 4% વધીને ₹263 કરોડ રહી
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક 17% વધીને R$ 174 મિલિયન રહી
  • IQVIA QTD 24 ઑગસ્ટ મુજબ આ ક્વાર્ટરમાં ટોરેન્ટનો ગ્રોથ 8% રહ્યો, જ્યારે બજારની વૃદ્ધિ 8% હતી
  • કંપનીની ટોચની બ્રાન્ડ્સના સારા પ્રદર્શન, નવા લોન્ચ અને જેનરિક સેગમેન્ટમાં વૃદ્ધિના કારણે કંપનીની આવકમાં વૃદ્ધિ શક્ય બની
  • ટોરેન્ટના નવા 21 ઉત્પાદનોની મંજુરીની અરજી હાલમાં ANVISA સમક્ષ પડતર છે.
  • નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ અર્ધમાસિક ગાળામાં કંપનીની આવક 4% ના વધારા સાથે ₹459 કરોડ રહી છે. (સતત ચલણ આવક: 13% ના વધારા સાથે R$ 297 મિલિયન રહી છે)

જર્મની:

  • જર્મનીની આવક 8% વધીને ₹288 કરોડ રહી
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક 6% ના વધારા સાથે 31 મિલિયન યુરો રહી
  • છેલ્લા પાંચ ક્વાર્ટરથી કંપનીએ સતત નવા ટેન્ડર મેળવીને પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે.
  • નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં કંપનીની આવક 9% ના વધારા સાથે ₹572 કરોડ રહી છે. (કોન્સ્ટન્ટ કરન્સી આવક: 8% ના વધારા સાથે 63 મિલિયન યુરો રહી છે)

અમેરિકા:

  • અમેરિકામાં કંપનીની આવક 8% ના વધારા સાથે ₹268 કરોડ રહી
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક ગત ક્વોર્ટરની તુલનામાં 7% ના વધારા સાથે $32 મિલિયન રહી, ગત ક્વાર્ટરમાં પણ વેચાણ સમાન સ્તરે હતું.

નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં કંપનીની આવક 3% ના ઘટાડા સાથે ₹527 કરોડ રહી છે. (કોન્સ્ટન્ટ કરન્સી આવક: 4% ઘટીને $63 મિલિયન રહી છે) જ્યારે નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ છ મહિનાની સરખામણીમાં આવકમાં 2% નો વધારો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code