જમ્મુ કાશ્મીરમાં સેફદ ક્રિસમસની મજા લેવા પહોચ્યા પ્રવાસીઓઃ ગુલમર્ગમાં સફેદ ચાદર લપેટાયું
- જમ્મુ કાશ્મીરમાં સહેલાણીનુંપુર
- સફેદ બરફની ચાદરની મજા માણવા પ્રવાસીઓનો ઘસારો
શ્રીનગરઃ- નવા વર્ષની થોડા જદિવસમાં જ શરુઆત થનાર છે ક્રિસમસ જેવા તહેવારને લઈને લોકો ફરવા જઈ રહ્યા છે ત્યારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ સહેલાણીની ભીડ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વ્હાઇટ ક્રિસમસની સાથે સાથે નવા વર્ષનું સ્વાગત પણ હિમવર્ષાથી થઈ શકે છે.
સહેલાણીઓ માટે જાણીતું ગુલમર્ગમાં સતત બીજા દિવસે ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાયેલી છે, તેને જોવા માટે હજારો પ્રવાસીઓ કાશ્મીર પહોંચી રહ્યા છે. હવામાન કેન્દ્ર શ્રીનગરે 26 થી 27 ડિસેમ્બર સુધી જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે. 28મી ડિસેમ્બરે પણ હવામાનની પેટર્ન ખરાબ રહેશે.
આજ રોજ શનિવારે નાતાલના દિવસે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે નવા વર્ષમાં પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની ધારણાો છે.જો કે મહત્વની વાત એ છે કે અહી આવતા પ્રવાસીઓ મોટા ભાગના આસપાસના વિસ્તારોના જ હોય છે.
શુક્રવાર રાતથી સતત હિમવર્ષા વચ્ચે ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. ગુલમર્ગના સેન્ટ મેરી ચર્ચમાં પ્રવાસન વિભાગે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. ખ્રિસ્તી સમુદાયના લોકો અને પ્રવાસીઓએ ચર્ચની વિશેષ પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
અહી પ્રવાસીઓએ જણઆવ્યું હતું કે વ્હાઈટ ક્રિસમસ સાંભલ્યું હતું પરંતુ હવે અહી આવીને તેનો અનુભવ કરી રહ્યા છીએ, નવા વર્ષના અવસર સુધી વિભાગ દ્વારા ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ અને દૂધપાત્રીમાં વિન્ટર કાર્નિવલ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.