ભારતમાં તણાવની વચ્ચે તુર્કી પાસેથી 4 યુદ્ધજહાજ ખરીદી રહ્યું છે પાકિસ્તાન, શરૂ થયું નિર્માણકાર્ય
- તુર્કી પાસેથી ચાર યુદ્ધજહાજ લેશે પાકિસ્તાન
- તુર્કીમાં શરૂ થયું યુદ્ધજહાજ નિર્માણનું કામ
- કાશ્મીર મુદ્દે તુર્કીએ આપ્યો હતો પાકિસ્તાનનો સાથ
જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારતની સાથે તણાવની વચ્ચે પાકિસ્તાની નૌસેનાને નવી નેવલ શિપ મળવાની છે. તુર્કી પાકિસ્તાન માટે ચાર મોટી નેવલશિપ તૈયાર કરી રહ્યું છે. તેનું નિર્માણકાર્ય શરૂ થઈ ચુક્યું છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસપ તૈય્યપે આ રવિવારે કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
જુલાઈ- 2018માં પાકિસ્તાનની નેવીએ તુર્કીની સાથે કરાર કર્યા હતા. તેના પ્રમાણે પાકિસ્તાનને તુર્કી પાસેથી MILGEM- ક્લાસ નેવી શિપ મળશે. આ શિપ 99 મીટર લાંબા છે, જે 2400 ટનથી વધારે ભાર સંભાળી શકે છે. આ શિપની સ્પીડ 29 નોટિકલ માઈલ છે.
આ યુદ્ધજહાજ એન્ટી-સબમરીન કોમ્બેક્ટ છે. જે રડારથી પણ બચી શકે છે. જે ચાર શિપ પાકિસ્તાનને મળવાના છે, તેમાથી બે તુર્કીમાં જ તૈયાર થઈ જશે. જ્યારે બેનું નિર્માણ પાકિસ્તાનમાં થશે.
મહત્વપૂર્ણ છે કે તુર્કીની ગણતરી દુનિયાના એ દશ દેશોમાં થયા છે, જે સૌથી વધુ શક્તિશાળી યુદ્ધ જહાજ બનાવવામાં માહેર છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખે ક્હ્યુ છે કે પાકિસ્તાન-તુર્કી એક છે અને બંને દેશોની વચ્ચે સંબંધ આવી જ રીતે વધતા જશે.
જમ્મુ-કાશ્મીરથી જ્યારે ભારતે કલમ-370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને પાકિસ્તાને આના દુખડા આખી દુનિયાની સામે રડવાનું ચાલુ રાખ્યું છે. સૌથી પહેલા તુર્કીએ જ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. તુર્કીએ પાકિસ્તાનની હા- માં હા મિલાવી હતી અને સંયુક્ત રાષ્ટ્રના દખલની વાત કરી હતી. તેના સિવાય તાજેતરમાં ઈસ્લામને લઈને પાકિસ્તાન જે ટેલિવિઝન ચેનલ શરૂ કરવા જઈ રહ્યું છે, તેમા પણ તુર્કી ભાગીદાર છે.
પાકિસ્તાની વડાપ્રધાન
ઈમરાનખાન તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં તમામ મુસ્લિમ દેશોને એકજૂટ થવાની અપીલ કરવામાં
આવી છે, તે દરમિયાન તેમણે તુર્કી-મલેશિયાના રાષ્ટ્રપ્રમુખોની સાથે મુલાકાત પણ કરી
હતી.