આ તો વળી કેવી બીમારી,જેમાં માણસના લોહીમાં ફેલાય છે ‘ઝેર’! આ છે કારણ
- આ તો વળી કેવી બીમારી
- માણસના લોહીમાં ફેલાય છે ઝેર !
- આ છે તેનું કારણ
દુનિયામાં અનેક પ્રકારની બીમારીઓ છે, જેનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.જોકે વૈજ્ઞાનિકોએ ઘણી બીમારીઓ પર રિસર્ચ કરીને તેનો ઈલાજ શોધી કાઢ્યો છે,પરંતુ હજુ સુધી ઘણી બીમારીઓનો ઈલાજ શોધી શકાયો નથી.આવો જ એક રોગ છે, જેનું નામ છે સેપ્સિસ. સેપ્સિસ એક એવો રોગ છે, જે શરૂઆતના સ્ટેજમાં જોવા મળતો નથી અને આ રોગને કારણે આખા શરીરના લોહીમાં ઝેર ફેલાય જાય છે.
આ રોગ શું છે, તેના લક્ષણો શું છે અને આ રોગને કારણે શરીરમાં શું પ્રતિક્રિયાઓ થાય છે. તો જાણી લો સેપ્સિસ નામની આ બીમારી વિશે, જે ખરેખર ખતરનાક છે…
સેપ્સિસ એક ખતરનાક કંડીશન છે.આ સંક્રમણ બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ, કંઈપણ હોઈ શકે છે. જ્યારે આ પ્રકારનું સંક્રમણ આપણા શરીરમાં થાય છે, ત્યારે આપણું શરીર એક ખાસ રીતે રીએક્ટ કરે છે, આ રીએક્શન દરમિયાન, શરીર ઘણા પ્રકારના એન્ઝાઇમ્સ, પ્રોટીન રીલીઝ કરે છે.જેનું સામાન્ય કામ શરીરને આવા સંક્રમણથી બચાવવાનું છે.જેમ ઈમ્યુન સિસ્ટમ ઇન્ફેકશનને કાબૂ નથી કરી શકતું તો બેક્ટેરિયા ઝડપથી વધે છે.તેનાથી તે લોહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે.
આ બીમારીમાં એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક છે અને ઇન્ફેકશન કાબૂની બહાર થઈ જાય છે.જેના કારણે રોગપ્રતિકારક શક્તિ શરીર પર જ હુમલો કરવા લાગે છે.આ સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિ ઘણી બધી એન્ટિ-બોડી બનાવે છે, પરંતુ બેક્ટેરિયા તેનાથી વધુ હોય છે.આ ધમનીઓની દિવાલોને નુકસાન પહોંચાડે છે.જેના કારણે લોહી જાડું થવા લાગે છે અને ઓક્સિજન શરીરના અંગો સુધી પહોંચતું નથી.જેના કારણે લોહીમાં ઈન્ફેક્શન કે ઝેર વધી જાય છે.
આ રોગની શરૂઆત ફલૂ જેવા લક્ષણો, તાવ, ઉધરસ, નબળાઈ થી થઈ હતી.તો, બેચેની, બ્લડ પ્રેશર આની નિશાની છે.આ બીમારીની ખાસ વાત એ છે કે,સ્ટ્રોક અને એટેકની જેમ તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જરૂરી છે.
કોરોના દરમિયાન પણ આ રોગના દર્દીઓ જોવા મળ્યા હતા, કારણ કે તે દરમિયાન ઘણા લોકોને ચેપ લાગ્યો હતો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના ડેટા અનુસાર વિશ્વભરમાં સેપ્સિસના કારણે મૃત્યુઆંક 20 ટકા છે.સેપ્સિસને કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે, સાથે જ લોહીને પણ નુકસાન પહોંચે છે.