કોંગ્રેસ વિના દેશમાં ત્રીજા મોરચાની કલ્પના પણ શક્ય નથી : શરદ પવાર
નવી દિલ્હીઃ તાજેતરમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભાવે ધોવાણ થયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ફરીથી ભાજપની સરકાર બની હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય આગેવાનો કોંગ્રેસની સામે એક સઠબંધન મજબુત બનાવવા પ્રયાસો કરી રહ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવારે કોંગ્રેસ વિના થર્ડ ફ્રન્ટની કલ્પનાનો ઈન્કાર કર્યો હતો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ આજે મુંબઈમાં કોન્ફરન્સ યોજી હતી. જેમાં એનસીપીના પૂર્વ સાંસદ માજિદ મેમણ અને એનસીપી ચીફ શરદ પવાર હાજર હતા. આ દરમિયાન NCP પ્રમુખે દેશમાં ત્રીજા મોરચાને લઈને મોટું નિવેદન આપ્યું હતું.. પવારે કોંગ્રેસ વિના ત્રીજા મોરચાની કલ્પના કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિના દેશમાં ત્રીજા મોરચાની કલ્પના પણ શક્ય નથી. તાજેતરમાં NCP પ્રમુખ શરદ પવારના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વિપક્ષને મજબુત કરવાના ઈરાદે તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. તેમજ શિવસેનાના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જે બાદ શિવસેનાએ પણ કોંગ્રેસ વિના ગઠબંધનને લઈને સવાલ કર્યાં હતા. હવે એનસીપીના વડાએ પણ કોંગ્રેસ વિના ત્રીજા મોરચાને લઈને નિવેદન આપ્યું છે.