Site icon Revoi.in

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગોળીબારની ઘટનાઓ વચ્ચે તોરખમ બોર્ડરને સીલ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ રહ્યાં છે, જો કે, પાકિસ્તાનના મુસ્લિમહુડ ગણાતા અફઘાનિસ્તાન સાથે પણ સંબંધ બગડ્યાં છે. એટલું જ નહીં બંને દેશની સરહદ ઉપર જવાનો વચ્ચે સિઝફાયરિંગની ઘટના બને છે. દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડને સીલ કરવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખમ બોર્ડ ટર્મિનલને કોઈ પણ પ્રકારની આવન-જાવન માટે બંધ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, સેનાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને પરિસ્થિતિને શાંત પાડવા માટે પગલા ભરી રહ્યાં છે.

અગાઉ ફેબ્રુઆરી 2023માં પણ બંને દેશ વચ્ચે તોરખમ બોર્ડરને સીલ કરવામાં આવી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. પૂર્વ અફઘાન પ્રાંત નંગાહારમાં તાલિબાન પ્રશાસનના પોલીસ દળના પ્રવક્તાએ કહ્યું હતું કે, બોર્ડર સીલ છે અને આ અંગે અમે બાદમાં ચર્ચા કરીશું. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ બંને દેશ વચ્ચે સંબંધ સામાન્ય નથી રહ્યાં, ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન સેનાએ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનારમાં એરસ્ટ્રાઈક કરી તાલિબાનના 36 લોકોને માર્યા હતા. જો કે, પાકિસ્તાને એરસ્ટ્રાઈકનો ઈન્કાર કર્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતા પાકિસ્તાનમાં તાલિબાન સમર્થકો ઉજવણી કરી હતી. જો કે, તાલિબાનના શાસન બાદ પાકિસ્તાન અને અપઘાનિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકાને અફઘાનિસ્તાનમાં કાર્યવાહી માટે પાકિસ્તાને મદદ કરી હતી. આ મુદ્દે બંને દેશ વચ્ચે સંબંધ બગડ્યાં હતા.