Site icon Revoi.in

ટોરેન્ટની 100 MW RE – RTC ઓર્ડર સાથે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સતત આગેકૂચ

ટોરેન્ટ પાવર
Social Share

ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને 29મી ફેબ્રુઆરી 2024ના રોજ રેલવે એનર્જી મેનેજમેન્ટ કંપની લિમિટેડ (REMCL) તરફથી 100 મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાય માટે ગ્રીડ-કનેક્ટેડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ, (સ્ટોરેજ સાથે અથવા વિના), માટે લેટર ઑફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે.

પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાના 24 મહિનાની અંદર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેનો અંદાજીત ખર્ચ ₹2,700 કરોડ થશે. 100 મેગાવોટ RE-RTC પાવર સપ્લાય માટે લગભગ 325 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. ટેન્ડર મુજબ વાર્ષિક લઘુત્તમ ઉપ્તાદન ક્ષમતા પ્રથમ 3 વર્ષ સુધી 75% અને ચોથા વર્ષથી 85% જાળવી રાખવી જરૂરી છે. પ્રોજેક્ટ માટે ટેરિફ 25 વર્ષના સમયગાળા માટે ₹4.25/Kwh છે.

ટોરેન્ટ પાવર પોતાની પ્રતિબદ્ધતાઓ અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના સરકારના ઉદેશ્યને અનુરૂપ પોતાની ઉપ્તાદન ક્ષમતા વધારવા માટે રિન્યુએબલ્સ પાવર ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. પરંપરાગત ઇંધણના ઉપયોગથી પર્યાવરણ પર પડતી અસરો અંગે કંપની સભાન છે અને તેની અસરને ઘટાડવા માટે કંપની સક્રિય પણે રિન્યુએબલ ક્ષેત્રમાં ઓર્ગેનિક અને ઇનોરગેનિક તકોના વિકલ્પો શોધી રહી છે. આ માટે કંપની પવન અને સૌર ઉર્જા ક્ષમતા સાથે પંપ્ડ હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજનના અન્ય ગ્રીન એનર્જીના વિકલ્પો ઉપર કામ કરી રહી છે.