ટોરેન્ટ ફાર્માના Q4 FY24 ના પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો 57 ટકા વધીને ₹449 કરોડ થયો
ટોરેન્ટ ગ્રુપની અગ્રણી કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લીનો નફો ગત નાણાકીય વર્ષના માર્ચ ક્વોર્ટરમાં 56.45 ટકા જેટલો વધીને 449 કરોડ જેટલો થયો છે. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સએ શુક્રવારે શેરબજારમાં આપેલી સુચનામાં કહ્યું કે, ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. 287 કરોડનો લાભ થયો છે. આવક 10% વધીને ₹2,745 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 75 ટકા, ઓપ. EBITDA માર્જિન 32%, ઓપ. EBITDA 21% વધીને ₹883 કરોડ પર પહોંચ્યો છે. આમ ટેક્સ બાદ ચોખ્ખો નફો 57% ના વધારા સાથે ₹449 કરોડ થયો છે.
ભારતમાં કંપનીની આવક 10 ટકા વધીને ₹1,380 કરોડ રહી છે. AIOCD સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ 9% હતી. ટોરેન્ટનો ક્રોનિક બિઝનેસ 14% ના દરે વધ્યો જ્યારે IPM વૃદ્ધિ 12% હતી. MAT ના આધાર પર ટોરેન્ટે મજબૂત નવા લોન્ચની મદદથી બજારમાં થેરાપીના તમામ ક્ષેત્રમાં મજબૂત પરફોર્મન્સ કર્યુ છે, IPMમાં ટોપ 500 બ્રાન્ડ્સમાં ટોરેન્ટની 20 બ્રાન્ડ્સ છે, જેમાં 17 બ્રાન્ડ્સ 100 કરોડથી વધુની છે. FY24 માટે ભારતમાં આવક 14 ટકાના વધારા સાથે ₹5,666 કરોડ રહી.
બ્રાઝિલમાં કંપનીની આવક 17% વધીને ₹372 કરોડ રહી છે. સતત ચલણની આવક 11% વધીને R$ 222 મિલિયન રહી છે. IQVIA મુજબ આ ક્વાર્ટરમાં બજાર વૃદ્ધિ 9% હતી. નવી પ્રોડક્ટ્સ લોન્ચ તેમજ ટોચની બ્રાન્ડ્સના સારા પ્રદર્શનના કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બની છે. FY24 માટે આવક 20% વધારા સાથે ₹1,126 કરોડ રહી (સતત ચલણ આવક: 12% ના વધારા સાથે R$ 671 મિલિયન રહી) છે.