ટોરેન્ટ પાવરને InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૨000 મેગાવોટ એનર્જી સ્ટોરેજ કેપેસિટીના સપ્લાય માટે MSEDCL તરફથી એવોર્ડ પત્ર મળ્યો
અમદાવાદઃ ટોરેન્ટ પાવર લિમિટેડ, જે વીજ ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ ક્ષેત્રે દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની સંકલિત પાવર યુટિલિટીમાંની એક છે, તેમજ ટોરેન્ટ ગ્રૂપનો એક ભાગ છે, તેને InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૨,000 મેગાવોટ (MW) એનર્જી સ્ટોરેજ કેપેસિટીના લાંબા ગાળાના સપ્લાય માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી એવોર્ડ પત્ર પ્રાપ્ત થયો છે.
આ ૨,000 મેગાવોટ ક્ષમતામાં ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ MSEDCL દ્વારા પહેલેથી જ જેનો પત્ર જારી કરવામાં આવ્યો છે તેવા ૧,૫00 મેગાવોટ ક્ષમતા સમાવિષ્ટ છે. હવે, કંપનીને ટેન્ડર હેઠળ વધારાની 500 મેગાવોટ ક્ષમતાની ફાળવણી મળી છે, આમ કુલ ક્ષમતા ૨,000 મેગાવોટની ફાળવવામાં આવી છે.
MSEDCL ટોરેન્ટ પાવરના InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજમાંથી 40 વર્ષના સમયગાળા માટે ઊર્જા સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરશે. કંપની મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થપાઈ રહેલા તેના આગામી InSTS કનેક્ટેડ પમ્પ્ડ હાઈડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી આ સંગ્રહ ક્ષમતા પૂરી પાડવાની યોજના ધરાવે છે.
એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ (ESFA) હેઠળ, કંપની દ્વારા MSEDCLને ૨,000 મેગાવોટની કોન્ટ્રાક્ટેડ ક્ષમતા ઉપલબ્ધ કરાવાશે જે પ્રતિ દિવસ ૮ કલાક (મહત્તમ સતત ૫ કલાક સાથે) નિર્ધારિત ડિસ્ચાર્જ માટે સક્ષમ છે. ચાર્જિંગ માટે ઇનપુટ એનર્જી MSEDCL દ્વારા પૂરી પાડવામાં આવશે.
વીજ ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જાની વધતા વ્યાપને પરિણામે વધતી જતી ઊર્જા સંગ્રહના વિકલ્પોની જરૂરીયાતને ધ્યાને રાખીને ટોરેન્ટ પાવર ભરોસામંદ અને ડિસ્પેચેબલ રિન્યુએલબલ એનર્જી પૂરી પાડવા માટે નિરંતર પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે ટોરેન્ટ પાવરે મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) સાઇટ્સની ઓળખ કરી છે. કંપની દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ રૂ.૨૫,૦૦૦ થી રૂ.૩૫,૦૦૦ કરોડના રોકાણ સાથે લગભગ ૫ થી ૮ ગીગાવોટની PSP ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.
તેની ભાવિ વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે, કંપની ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોડક્શન પ્રોજેક્ટ જેવી અન્ય ગ્રીન એનર્જીની દિશામાં પણ કામ કરી રહી છે. ટોરેન્ટ પાવર ટકાઉ ઊર્જા ઉત્પાદન વધારવાની અને દેશના મહત્વાકાંક્ષી રિન્યુએબલ લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.