22 મે, 2024 : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
જે મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે કર પછીનો નફો (PAT) ₹1,896 કરોડ રહ્યો છે. જે નાણાકીય વર્ષ 2022-23 માટે ₹2,165 કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23 ના નફામાં ₹672 કરોડનો ઘટાડો LNGના વેપારથી એક વખતના ઊંચા ચોખ્ખા લાભને કારણે છે. એટલે તુલનાત્મક રીતે નાણાકીય વર્ષ 2023-24 માટે PAT 27% ની વૃદ્ધિ નોંધાવતા ₹403 કરોડથી વધુ હતું.
કંપની 31 માર્ચ, 2024 ના રોજ નેટ ડેટ: ઇક્વિટી રેશિયો 0.80 અને નેટ ડેટ: EBITDA રેશિયો 2.25 સાથે પાવર સેક્ટરમાં શ્રેષ્ઠ નાણાકીય ગુણોત્તર સાથે મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે.
કામગીરી અંગે માહિતી આપતા કંપનીના ચેરમેન શ્રી સમીર મહેતાએ જણાવ્યું હતું, “પાછલા વર્ષ દરમિયાન પાવરની માંગ ખૂબ જ મજબૂત રહી હતી અને ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાને કારણે આગળ પણ મજબૂત રહેવાની અપેક્ષા છે. ટોરેન્ટ પાવરનું પાછલુ વર્ષ પરિવર્તનકારી રહ્યું, જેમાં હાલની કામગીરી અને વૃદ્ધિની પહેલોમાં સકારાત્મક વિકાસ થયો.
વીજળીની માંગમાં થયેલ વધારો અને LNG ના ભાવમાં ઘટાડાના કારણે અમે ભવિષ્યમાં અમારા ગેસ આધારિત પાવર પ્લાન્ટના ઉપયોગીતા અંગે સારી સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. અમારો ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસે પોતાનો સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે અને નવા ઓપરેશનલ બેન્ચમાર્ક સેટ કર્યા છે. કંપનીએ રિન્યુએબલ પ્રોજેક્ટ્સની મોટી પાઈપલાઈન બનાવવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ગ્રીન હાઈડ્રોજન અને પંપ સ્ટોરેજ હાઈડ્રોના નવા એનર્જી સેગમેન્ટ્સમાં પણ શુભ શરૂઆત કરી છે. વર્ષ દરમિયાન ટોરેન્ટને લગભગ 3GWp ના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ મેળવવામાં સફળતા મળી છે, જેના કામ અત્યારે ચાલી રહ્યા છે અને આગામી 2-3 વર્ષમાં પૂર્ણ થવાની આશા રાખી રહ્યા છીએ. ટોરેન્ટને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે PLI યોજના હેઠળ 18 KTPA ક્ષમતા આપવામાં આવી હતી. કંપની પંપ સ્ટોરેજ હાઇડ્રો સેગમેન્ટમાં પણ પ્રવેશ કરવામાં સફળ રહી છે, જેમાં કંપનીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 2-2 સાઇટ્સ ફાળવવામાં આવી છે.
કંપની તેની વૃદ્ધિના આગલા તબક્કા માટે સારી રીતે તૈયાર છે અને પોતાના શેરધારકો માટે સ્થાઈ વૃદ્ધિ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે.”
બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે ઇક્વિટી શેર દીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ડિવિડન્ડ ₹16.00 પ્રતિ ઈક્વિટી શેર છે, જેમાં ઈક્વિટી શેર દીઠ ₹12.00ના વચગાળાના ડિવિડન્ડ અને ઈક્વિટી શેર દીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.