Site icon Revoi.in

ભાદરવો ભરપૂરઃ અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. તેમજ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.દરમિયાન શહેરની જનતા છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અનુભવતી હતી. આજે શનિવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ એસ.જી.હાઈવે, સોલા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.