મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદઃ નડિયાદમાં વરસાદી પાણીથી ભરાયેલા ગરનાળામાં કોલેજની બસ ફસાઈ
અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતના નડિયાદમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. નડિયાદમાં શ્રેયસ ગરનાળામાં પણ વરસાદી પામી ભરાયાં હતા. દરમિયાન અહીંથી વિદ્યાર્થીઓને લઈને જતી કોલેજની બસ ગરનાળામાંથી પસાર થતી હતી અને અચાનક અધવચ્ચે ખોટકાઈ હતી. જેથી અંદર કરનાર વિદ્યાર્થીઓએ મદદ માટે બુમાબુમ કરી હતી. દરમિયાન સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા અને બચાવકામ આરંભીને બસમાં સવાર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વરસાદી પાણી ભરાઇ ગયા હતા. દરમિયાન નડિયાદના શ્રેયસ ગરનાળામાં વરસાદના પાણી ભરાયાં હતા. દરમિયાન ગરનાળામાં કોલેજની બસ ફસાઈ ગઇ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસ ત્યાંથી પસાર થઇ રહી હતી. જેના કારણે કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાં ફસાઇ ગઇ હતી અને બસ ગરનાળામાં જ અધવચ્ચે ખોટકાઈ ગઇ હતી. ગરનાળામાં બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાઇ ગયા હતા. જેથી આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વાતાવરણમાં આજે અચાકન પલટો આવ્યો હતો અને સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ આકાશમાં વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન સવારના સમયે 10 જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.