Site icon Revoi.in

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલો રોડ પર દોડી આવતા કારનો અકસ્માત, યુવાનું મોત

Social Share

ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. રખડતા ઢોર શહેરના મુખ્ય માર્ગો પર અઢ્ઢો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો હતો. શહેર નજીક ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો અને યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું પણ કારણ બનતા હોય છે. રાજ્યભરમાં રખડતા ઢોરનાત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ભૂતકાળમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. આમ છતા હજુ પણ ઘણા મહાનગરોમાં રખડતા ઢોર હજુ પણ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. હાઇકોર્ટના કડક આદેશ આપ્યા બાદ પણ નક્કર અમલવારીના અભાવે રખડતાં ઢોરના કારણે ભાવનગરમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું શહેર નજીક ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો અને યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.