Site icon Revoi.in

બુદ્ધ પૂર્ણિમાઃ- કાસગંજ જીલ્લામાં ગંગા સ્નાન પર રોક, અનેક ઘાટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

Social Share

લખનૌઃ- બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને કાસગંજ જિલ્લા વહીવટીતંત્ર અને બંદાયૂના વહીવટીતંત્રે ગંગા સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગંગા સ્નાનથી સંક્રમણ લાગવાની  અને વધવાની સંભાવના છે. જે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. ગંગા સ્નાન માટે જતા યાત્રાળુઓના વાહનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

લોકો ગંગા સ્નાન કરવા માટે કાસગંજ જિલ્લાના લહરા, કાદરગંજ, ઇસ્માઇલપુર, સોરોમાં હરિપદી ગંગા અને શાહવાજપુર પર આવતા હોય છે. આ તમામ ઘાટ પર અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે કચલા ગંગા ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા પહોંચે છે. બદાયું વહીવટીતંત્રે પ્રતિબંધ લાદ્યો છે અને કચલા ગંગાઘાટ પર પોલીસ અને મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે.

કાસગંજ, સિકંદરારાઉ, હાથરસ અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશના ભક્તો પણ મોટી સંખ્યામાં સ્નાન માટે ગંગા Iઘાચ પહોંચતા હોય છે. કચલા ગંગા ઘાટ પર વધુ ભીડની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ પોસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત બરેલી-મથુરા હાઈવે પર ચેકીંગ માટે પોલીસ બંદોબસ્ત સખ્ત પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે.

કાસગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશસિંહે આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ગંગા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોએ ગંગા સ્નાનમાં પહોંચવું ન જોઈએ. વહીવટને ટેકો આપવો જોઈએ. જે લોકો બળપૂર્વક ગંગા સ્નાન કરવા માટે ઘાટ પર જાય છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં પોલીસ એલર્ટ કરી દેવામાં આવી છે.

આ સાથે જ સોરોમાં આવનારા  ભક્તોએ 72 કલાક પહેલા આરટીપીઆરની તપાસનો નકારાત્મક રિપોર્ટ લાવવો પડશે, ત્યારબાદ જ તેઓને પ્રવેશ આપવામાં આવી શકશે. મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશસિંહે આ આદેશ આપ્યો છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવાના આદેશો જારી કરાયા છે, જે 15 જુલાઈ, 2021 સુધી અમલમાં રહેશે