Site icon Revoi.in

પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમશે: દેશ-વિદેશના લોકો માટે1 લી જાન્યુઆરીથી ખુલી શકે છે તમામ પર્યટનસ્થળો, સરકાર કરી રહી છે તૈયારી

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર ઘટતી જોવા મળી રહી છે ત્યારે કોરોનામાં બંધ કરાયેલા અનેક પર્યટન સ્થળો પણ સરકાર દ્વારા ખોલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.કોરોનાના કેસો  સામે મોટાપાયે રસીકરણની ગતિને લઈને સરકાર આગામી વર્ષે 1 જાન્યુઆરીથી પ્રવાસન ઉદ્યોગ ખોલવાની તૈયારી કરી રહી છે. જો આ વર્ષે 15 ડિસેમ્બર સુધી પરિસ્થિતિ સારી રહેશે તો નવા વર્ષમાં દેશી અને વિદેશી પ્રવાસીઓને ભારતની મુલાકાત લેવાની પરવાનગી આવવામાં આવી શકે છે.

વિતેલા વર્ષના માર્ચથી બંધ પ્રવાસન ઉદ્યોગ ખોલવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય ગૃહ, આરોગ્ય અને વિદેશ મંત્રાલયનો રહેશે. દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ રાજ્યના અર્થતંત્રને ઝડપી બનાવવા માટે લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે. આ જ કારણ છે કે રાજ્યોએ ઉદ્યોગ પછી હવે શાળાઓ ખોલવાનું શરૂ કર્યું છે.

પ્રવાસન ઉદ્યોગ ખોલવા માટે મંજૂરી મેળવીને હોટેલ બિઝનેસ, કેબ-ટેક્સી, ટૂર ઓપરેટર વગેરેને સૌથી વધુ ફાયદો થશે. છેલ્લા દોઢ વર્ષથી પ્રવાસન ઉદ્યોગ બંધ હોવાને કારણે મોટા વર્ગમાંથી આવકનો સ્ત્રોત ઘટ્યો છે, હાલ કેટાક સ્થળો એવા છે જ્યા માત્ર રોજગારીપ્રવાસીઓ પર નિર્ભર રહે છે જો આ નિર્ણય સેવામાં આવશે તો આવા તમામ લોકોને રોજગારીની મોટી તક મળશે

પ્રવાસન મંત્રી દજી કિશનરેડ્ડીના તહ્યા પ્રમાણે વૈશ્વિક રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગ બંધ છે. ડિસેમ્બર સુધીમાં મહત્તમ રસીકરણ અને ઓછા ફેલાતા સંક્રમણને કારણે જાન્યુઆરીમાં પર્યટન સ્થળો ખોલવાનો વિચાર છે. આ અંગે અંતિમ નિર્ણય ગૃહ, આરોગ્ય અને વિદેશ મંત્રાલય દ્વારા લેવામાં આવશે.