નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની X પોસ્ટનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “પર્યટનમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે. અમારી સરકાર ભારતના પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો #IncredibleIndia ની અજાયબીઓનો અનુભવ કરી શકે.”