Site icon Revoi.in

સુરતથી સાપુતારા ગયેલા પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી – 50 યાત્રીઓ બસમાં હતા સવાર, 2 મહિલાઓના મોત

Social Share

અમદાવાદ – ગુજરાતનું જાણીતું હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 50 મુસાફરોથી ભરેલી સુરતના પ્રવાસીઓની બસ ખીણીમાં ખાબકી હતી,આ ઘટના વિતેલી રાતે 8 વાગ્યા આસપાસ બની હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે ડાંગ જિલ્લાના સાપુતારા પાસે 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. અકસ્માતનું કારણ ટાયર ફાટવું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં કેટલાય મુસાફરોને ઈજા થવાની આશંકા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બે લોકોને આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાઓ થઈ હતી, આ હબ,સમાં તામમા મહિલાઓ હતી જેઓ વન ડે પિકનીક માટે સાપુતારા આવ્યા હતા

જ્યારે પિકનિક પત્યા બાદ તેઓ સાપુતારાથી ફરી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓની બસ માલેગાંવ ઘાટ ખઈણમાં ખાબકી હતી.

આ ઘટનાની જાણ થતાની સાથે જ  ડાંગ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે. અન્ય લોકોને નાની-મોટી ઈજા થતાં શ્યામ ગાલ પ્રાથમિક આરોગ્ય સેન્ટર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની પણ માહિતી મળી છે.