ભારતમાં સામાન્ય વિમાનમાં આવતા પ્રવાસીઓને પણ 15મી નવેમ્બરથી મળશે વિઝા
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે અનેક નિયણંત્રો લાદવામાં આવ્યાં હતા. જો કે, હવે સંક્રમણમાં સતત ઘટાડો થતા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સામાન્ય વિમાનોમાં આવતા પ્રવાસીઓને 15મી નવેમ્બરથી વિઝા આપવામાં આવશે. જો કે, આ પ્રવાસીઓ
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત 15 એક્ટોબરથી પ્રવાસી વિઝા જાહેર કરશે. ચાર્ટડ પ્લેન સહિત ફ્લાઇટમાં ભારત આવનાર વિદેશી મુસાફરોને પ્રવાસી વિઝા મળશે. જ્યારે સામાન્ય વિમાનોમાં આવનાર પ્રવાસીઓને 15 નવેમ્બરથી વીઝા આપવામાં આવશે.
કેંદ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરતા જણાવ્યુ છે કે તમામ વિદેશી પ્રવાસીઓએ ભારતમાં આવતાની સાથે જ કોરોના નિયમો અને પ્રોટોકોલનું પાલન કરવુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019થી કોરોના મહામારી દરમિયાન વિદેશી ફ્લાઇટને અસર થઇ હતી પરંતુ હવે કેસમાં ઘટાડો જોતા વિદેશી પ્રવાસમાં છૂટ-છાટ આપવામાં આવી રહી છે. તો બાંગ્લાદેશે જાહેરાત કરી છે કે 15 નવેમ્બરથી બાંગલાદેશના પ્રવાસીઓ ભારત યાત્રા કરી શકશે.