કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે
અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે.
જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે એક ખાસ મિની બસ તૈયાર કરાઈ છે. જેમાં પ્રવાસીઓને શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા પલાશના જંગલોમાં લઈ જવાશે.
આ સફર આશરે 4 કિલોમીટર સુધીની હશે. સફર દરમિયાન નિષ્ણાંત વનકર્મીઓ અને ગાઈડ કુદરતી રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓને આ સેવા 10મી માર્ચથી મળશે. શ્રેષ્ઠ ભારત ભવનથી પીકઅપ અને ડ્રોપ પોઈન્ટ રહેશે. તેનો સમય સવારે 7:00થી 10:00 વાગ્યા સુધી અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધીનો રહેશે.