Site icon Revoi.in

જલિયાવાલા બાગના ઐતિહાસિક કુવામાં હવે પ્રવાસીઓ નહી નાખી શકે સિક્કાઓ -સરકારે લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- આજે દેશભરમાં વિજય કારગિલ દિવસે શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે ત્યારે સરકારે જલિયાવાલાબાગના કુવાને લઈને મોટો નિર્ણય પણ લીધો છે,પંજાબના અમૃતસર સ્થિત ઐતિહાસિક જલિયાવાલા બાગની મુલાકાતે લાખો  લોકો દુનિયાભરમાંથી આવે છે. પરંતુ હવે પ્રવાસીઓ જલિયાવાલા બાગના કૂવામાં સિક્કા ફેંકી શકશે નહીં. 

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે જલિયાવાલા બાગના શહીદી કુવામાં પૈસા નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને બાગના ઐતિહાસિક કૂવાના ઉપરના ભાગને બંધ કરવાનો પણ આદેશ આપી દીધો છે. આ પહેલા કૂવાની બહાર નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. જેમાં કૂવામાં સિક્કા ન નાખવાની અપીલ કરવામાં આવી હતી છતાં પ્રવાસીઓ માનતા ન હતા અને આમ કરતા રહેતા હતા.

રઆ સહીત  28 ઓગસ્ટ 2021ના રોજ આ કુવો ખોલવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે 28 ઓગસ્ટથી બગીચાના કૂવામાંથી સાડા આઠ લાખ રૂપિયા એકઠા થયા  છે અને તે જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. હવે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને કૂવાનો ઉપરનો ભાગ જ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

 ઉલ્લેખનીય છે  કે 2019માં જલિયાવાલા બાગ હત્યાકાંડની શતાબ્દીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.કૂવામાં પૈસા નાખવાનું બંધ કરવા અને અહીંથી દર મહિને કેટલા પૈસા ઉપાડવામાં આવે છે, આ પૈસાનો હિસાબ ક્યાં નોંધવામાં આવે છે અને આ પૈસા ક્યાં વપરાય છે. આ મુદ્દા અંગેઅમૃતસર સ્થિત વકીલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એડવોકેટ પીસી શર્માએ ભારત સરકાર, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પીએમઓને પત્ર લખ્યો છેઆ આરટીઆઈ હેઠળ કૂવામાં ફેંકવામાં આવેલા સિક્કા અંગે માહિતી માંગવામાં આવી હતી. પરંતુ કૂવામાં ફેંકવામાં આવેલા સિક્કા અંગે કોઈ હિસાબ મળ્યો ન હતો. હવે મંત્રાલયે સિક્કા ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો છે.