Site icon Revoi.in

સાપુતારામાં વર્ષ 2023ને આવકારવા પ્રવાસીઓની ભીડ જામી, તમામ હોટલો હાઉસફુલ

Social Share

સાપુતારા: ગુજરાતમાં તમામ પર્યટન સ્થળોએ નાતાલના પર્વને લઈને પ્રવાસીઓની ભીડ જામી છે. જેમાં સાપુતારા હીલ સ્ટેશનમાં વર્ષ 2022ને વિદાય આપવા અને વર્ષ 2023ને વધાવવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. પ્રવાસીઓની ભીડ જામતા વેપારીઓને રાહત થઈ છે. વેપારીઓ મોડીરાત સુધી દુકાનો ખૂલ્લી રાખીને વેપાર કરી રહ્યા છે.

ગુજરાતમાં નવા વર્ષને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિરનારમાં સફારી પાર્ક, ઉપરાંત દ્વારકા, સોમનાથ, તમામ યાત્રા ધામોમાં પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જ્યારે હલ સ્ટેશન ગણાતા

સાપુતારામાં પણ 31 ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષની ઉજવણી કરવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, અહીં મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ચૂકી છે. ગિરિમથક સાપુતારા ખાતે 25 ડિસેમ્બર નાતાલ પર્વ થી 31 ડિસેમ્બર સાથે 2023ના નવા વર્ષને આવકારવા પ્રવાસીઓનું માનીતું સ્થળ બની રહ્યું છે.

હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં 25 ડિસેમ્બરે ખ્રિસ્તીઓનું નાતાલ પર્વ ધામધૂમથી ઉજવાયા બાદ હવે 31 ડિસેમ્બરે નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક પ્રવાસીઓ સાપુતારામાં કાયદો વ્યવસ્થા સારી હોય ફરવા માટે પસંદગી કરી રહ્યા છે. સાપુતારા હોટેલ એસોસિએશન દ્વારા નવા વર્ષની ઉજવણી અને પ્રવાસીઓને આકર્ષવા નિત નવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાપુતારા માં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો પારો ગગડતા દિવસભર શીત લહેરને પગલે ખુશનુમા વાતાવરણમાં મીની કાશ્મીરનો અહેસાસ પ્રવાસીઓ કરી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે વેપારીઓ પણ ખૂશખૂશાલ બન્યા છે. અને સારી એવી ઘરાકી નિકળતા તેનો લાભ લઈ રહ્યા છે.