- 6 દેશોના યાત્રીઓને ભારતે આપી કોરોનાના નિયમોમાં છૂટછાટ
- ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો સમાવેશ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેરને લઈને ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે કેટલાક નિયમો રાખ્યા હતા કોરોનાને લઈને યાત્રીઓએ આ નિયમોનું પાલન કરવું પડતું હતું જો કે હવે સરકારે ચીન સહીતના 6 દેશોના યાત્રીઓ માટે કોરોનાના નિયમમાંથઈ મૂક્તિ આપી છે.
જાણકારી અનુસાર મંત્રાલય તેની ‘આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા’ અપડેટ કરી છે અને પ્રી-ડિપાર્ચર કોરોના પરીક્ષણની હાલની આવશ્યકતાઓમાં ઠૂટ આપી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ‘એર સુવિધા’ પોર્ટલ પર સ્વ-સ્વાસ્થ્ય ઘોષણા અપલોડ કરી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ને લાગૂ પડે છે.
સકારે હવે ફરજિયા નિયમોમાં રાહત આપી છે. હવે આ દેશોમાંથી આવતા મુસાફરોને કોરોના ટેસ્ટ રિપોર્ટ અને ‘એર સુવિધા’ ફોર્મ અપલોડ કરવાના નિયમમાંથી રાહત મળી છે. જે છ દેશોમાંથી પેસેન્જરો આ દેશોમાંથી આવે છે તેમાં ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે રકારે અગાઉ ચીન, સિંગાપોર, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવતા મુસાફરોને કોવિડ કેસમાં વધારો થવાને કારણે ‘એર સુવિધા’ પોર્ટલ પર RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનું ફરજિયાત કર્યું હતું.જો કે હવે આમાથી મૂક્તિ આપવામાં આવી છે.