- ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓએ પહેરવું જોઈએ માસ્ક
- WHOએ રજૂ કરી એડવાઇઝરી
દિલ્હીઃ- ચીનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છએ જેને લઈને વિશ્વના દેશો પણ પોતાની રીતે સતર્ક બન્યા છે ત્યારે હવે ડબલ્યૂએચઓ એ પણ કોકોરાના ગંભીર સંક્રમણને લઈને ચિંતા જતાવી છે. આ સહીત વાત કરીએ તો આમિક્રોનનું સબ-વેરિઅન્ટ XBB.1.5 વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બીજી તરફ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની અસર બતાવી રહ્યું છે,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.5 અત્યંત સંક્રમિત છે અને રવિવાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 27.6 ટકા કોરોના કેસ માટે જવાબદાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુરોપના કેટલાક દેશોમાં સબવેરિયન્ટ્સ પણ મળી આવ્યા છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે. WHOએ તમામ દેશોને અપીલ કરી છે કે તેઓ એવા દેશોમાં મુસાફરી કરી રહેલા તેમના મુસાફરોને માસ્ક પહેરવાની સલાહ જરુર આપે જ્યાં કોરોના સંક્રમણનું જોખમ વધારે જોવા મળે છે.
ડબલ્યૂએચઓ દ્રારા મંગળવારે કહેવામાં આવ્યું હતું કે, લાંબા અંતર અને ઉચ્ચ જોખમવાળા સ્થળોએ જતા પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ આપવી જોઈએ. દેશોએ પ્રી-ટ્રાવેલ ટેસ્ટિંગને પુરાવા તરીકે રાખવાની જરૂર છે અને જો કાર્યવાહી ગણવામાં આવે તો, મુસાફરીના પગલાં બિન-ભેદભાવપૂર્ણ રીતે લાગુ કરવા જોઈએ .