- સાપુતારા ની તમામ હોટેલો ફૂલ
- ઠેરઠેર સુરતના પાર્કિંગની ગાડીઓ જોવા મળી
અમદાવાદ – બે દિવસ રજાઓના હોવાથી દરેક લોકો ઘરની બહાર ફરવા નિકળતા હોય છે ત્યારે હોળી અને ધુળેટીનાં તહેવાર ની ઉજવણી પર રાજ્ય સરકાર દ્રારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે, ઉજવણી પર પ્રતિબંદ મૂકવામાં આવ્યો છે, ત્યારે સુરતીઓ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે.
મોટા ભાગના સુરતના પ્રવાસીઓ વિકતેલી સાંજથી જ સાપુતારામાં ઉમટી પડ્યાં છે.પ્રવાસીઓના ઘસારાથી સાપુતારાની હોટેલો ફૂલ જોવા મળી રહી છે અનેક જગ્યાઓ પર ગાડીોના પાર્કિંગ પણ ફૂલ જોવા મળી રહ્યા છે, ગોડીઓ જોતા જ દેખાઈ આવે છે કે મોટા ભાગના પ્રવાસીઓ સુરતના છે
વધતા કોરોનાં કેસોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા હોળી ધુળેટી તહેવારો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોસીયલ ડિસ્ટનસિંગ અને થોડી સંખ્યામાં હોળી પ્રગટાવવી તેમજ ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ કરાખવામાં આવ્યો છે. સુરત શહેરમાં ગતરોજ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવામાં આવ્યું છે કે હોળી ધુળેટી તહેવાર ની ઉજવણી પ્રસંગે પોતાનું શહેરનીબહાર જવું જોઈએ નહી, જો કે સાપુતારાનો નજારો જોતા નિયમોનો ભઁગ થયો હોવાનું માલુમ પડે છે, સાપુતારા આજે પ્રવાસીઓથી ભરેલું જોવા મળ્યું છે
જો કે સાપુતારા દરેક હોટેલોમાં સોસીયલ ડિસ્ટનસિંગનાં નિયમોના પાલન સાથે પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. તેમજ હોટેલ સ્ટાફ દ્વારા કોરોનાંની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક લોકોની રોજગારીમાં સુધારો જોવા મળ્યો છે, સ્થાનિકો ઘણા સમયથી બેકાર બેઠા હતા ત્યારે પ્રવાસીઓની સંખ્યાથી તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે સાત પહોડોની વચ્ચે આવેલું હિલસ્ટેશન સાપુતારા લોકોનું મનપસંદ સ્થળ છે નાની મોટી રજાઓમાં ગુજરાતના અનેક લોકો આ સ્થળની મુલાકાતે આવતા હોય છે, સામાન્ય દિવસોમાં પણ અહી લોકોની અવર જવર જોવા મળે છે ખાસ કરીને તહેવારોમાં નજીકના લોકો અહી રજા ગાળવાનું પસંદ કરે છે.
સાહિન-