- દિલ્હીમાં પ્રવાસીઓ માટે ભાડાની બાઈકની સુવિધા થશે ઉપલબ્ધ
- આ માટેની સમગ્ર તૈયારીઓ શરુ કરાઈ
- પ્વાસીઓ ભાડે બાઈક લઈને મુસાફરી કરી શકશે
દિલ્હીઃ-દેશમાં કેટલીક જગ્યાઓ પર બાઈક ભાડે મળતી હોય છે,જેના કારણે જે તે પ્રદેશમાં આવતા પ્રવાસીઓ ફરવા માટેની વ્યવસ્થા સરળતાથી મળી રહે, ત્યારે હવે દેશની રાજધાનીમાં પણ હવે આ સુવિધા ખુબ જલ્દી મળશે, ટૂરિસ્ટને ટૂંક સમયમાં દિલ્હીમાં ભાડે બાઇક પર મુસાફરી કરવાની તક મળશે.
રાજધાનીમાં આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાડા પર ટુ-વ્હીલર સેવાઓ માટે પરવાનો આપવાનો ડ્રાફ્ટ આગામી સપ્તાહ સુધીમાં પરિવહન પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. આ સેવાની રજૂઆત સાથે દેશ અને વિદેશના પ્રવાસીઓને પ્રવાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
પરિવહન વિભાગના સત્તાવાર સ્ત્રોત પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યો છે. ભાડેથી ચાલત બાઇક સેવાની રજૂઆત માટે રાજ્ય પરિવહન ઓથોરિટી (એસટીએ) ની મંજૂરી લેવી જરુરી છે. અરજદારોને લાઇસન્સ આપવા માટે પરમિટ, વીમા કવર અને ઓછામાં ઓછી પાંચ બાઇકની જાળવણી સહિતની અન્ય વ્યવસ્થા કરવી જરૂરી રહેશે.
આ યોજના અંતર્ગત બાઇક સંચાલકોને લાઇસન્સ આપવામાં આવશે. આ માટે, તે પણ જરૂરી રહેશે કે અરજદારો પાસે આવાસ, જાળવણી અને સમારકામ, વાહનો, સેનિટરી બ્લોક્સ, રિસેપ્શન રૂમ સહિત 24 કલાક ટેલિફોન કનેક્ટિવિટી હોવી જરૂરી છે. ઓપરેટરને પાંચ વર્ષ માટે લાઇસન્સ આપવામાં આવશે, પરંતુ આ માટેની ફી હજી નક્કી કરવામાં આવી નથી.
આ પ્લાનમાં રેડી કરવામાં આવેલી શરતો
- બાઇક ઓપરેટરોએ સેવાનો ઉપયોગ કરતા પ્રવાસીઓનો એક અલગ રેકોર્ડ રાખવો પડશે
- ડ્રાફ્ટ મુજબ ભારતીય અને વિદેશી નાગરિકો માટે અલગ અલગ વિગતો જાળવવી પડશે.
- લાયસન્સ ઘરાવનાર વિદેશી નાગરીકો વિદેશી ચલણમાં ભાડુ વસૂલ કરી શકશે.
- જો લાઇસેંસ માટે નિર્ધારિત શરતોની અવગણવામાં કરવામાં આવે તો લાઇસેંસિંગ ઓથોરિટીને ઓપરેટરનું લાઇસન્સ રદ કરવાનો અધિકાર હશે.
- આ અંતર્ગત બાઇકની જાળવણી અથવા મુસાફરોની ગેરવર્તનની ફરિયાદ પર પણ પગલાં લેવામાં આવી શકે છે.
સાહિન-