Site icon Revoi.in

તહેવારોમાં કેદારનાથ યાત્રા પર પ્રવાસીઓનો ઘસારો -દર્શન કરનારાઓમાં 70 ટકા યુવા શ્રદ્ધાળુઓ

Social Share

કેદારનાથની યાત્રાને લઈને પ્રવાસીઓ હંમેશા તત્પર રહે છે, અહીં તહેવારોની સિઝનથી લઈને ખાસ ઠંડીની ઋતુમાં શ્રદ્ધાળુંઓના ઘસારો રહે છે ત્યાર બાદ ઠંડીનું પ્રમાણ વધવાના સમયે ભાઈબીજના દિવસે મંદિરના દ્રાર બંધ કરવામાં આવે છે,ત્યારે આ વર્ષ દરનમિયાનની જો વાત કરવામાં આવે તો કેદારનાથ યાત્રાને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મળતી માબહિતી પ્રમાણે  18 સપ્ટેમ્બરથી શરૂ થયેલી યાત્રામાં બે લાખથી વધુ ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે, જેમાં 70 ટકાથી વધુ યુવાનોનો જ સમાનેશ થયો છે. જ્યારે આ યુવાનોએ પ્રવાસની સાથે સાહસનો આનંદ માણ્યો હતો, ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ કેદારનાથ પુનઃનિર્માણના કાર્યોને નિહાળવા પણ આવ્યા હતા.કેદારનાથમાં ગઢવાલ મંડળ વિકાસ નિગમના મેનેજર પ્રદીપ રાવતે જણાવ્યું કે દોઢ મહિનામાં દર્શને પહોંચેલા 70 ટકા મુસાફરોનું બુકિંગ યુવાનોએ કરાવ્યું છે

આ સાથે જ ભાઈ બીજના પવિત્ર તહેવાર પર શિયાળાને લઈને કેદારનાથ ધામના દરવાજા બંધ કરાયા હતા, કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી લગભગ 11750 ફૂટની ઉંચાઈ પર આવેલું છે, જે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ વર્ષે યાત્રાના સમયગાળા દરમિયાન બાબાના દર્શન કરનારા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે યાત્રા સાથે કેદારનાથનું પુનર્નિર્માણ થતું જોયું. આ સાથે અહીંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને સુંદર વાદીઓનો આનંદ માણ્યો.ચારધામ યાત્રા મંત્રોચ્ચાર વચ્ચે કેદારનાથ ધામના દરવાજા બંધ થયા હતા,