Site icon Revoi.in

પ્રવાસી  ભારતીયો એ કોરોના મહામારીના વર્ષ 2021 માં 87 અરબ અમેરિકી ડોલર ભારતમાં મોકલ્યા – વિશ્વ બેંકનો રિપોર્ટ

Social Share

 

દિલ્હીઃ- ભારતમાંથીટૂરિસ્ટ વિઝા પર જતા પ્રવાસીઓ બહારના દેશમાં જઈને નોકરી કરવા લાગી જતા હોઈ છે આ કમાણીના રુપિયા ભારતમાં પોતાના પરિવારને મોકલે છે ત્યારે આ મામલે વિશ્વ બેંકને ચોંકાવનારો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.વર્લ્ડ બેંકે બુધવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના મહામારી હોવા છતાં અનઆઈઆર એ આ વર્ષે અત્યાર સુધીમાં 87 બિલિયન યુએસ ડોલર (લગભગ 64.64 ટ્રિલિયન રૂપિયા) ભારતમાં મોકલ્યા છે.

વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે, યુએસ તેનો સૌથી મોટો સ્ત્રોત રેમિટન્સ છે અને કુલ રકમના 20 ટકા યોગદાન આપે છે. વિશ્વ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશથી મોકલવામાં આવેલા પૈસાના મામલામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને આ રકમમાં 4.6 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે બીજા ક્વાર્ટર દરમિયાન કોકરોનાના કેસ અને મૃત્યુની ગંભીરતાને જોતાંપ્રવાસી ભારતીયો દ્વારા પરોપકારી રેમિટન્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ઓક્સિજન ટેન્ક ખરીદવા માટે નાણાં મોકલે છે. મોકલવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ અને ઇજિપ્તનો નંબર આવે છે. આ રકમ 2022 સુધીમાં વધુ વધીને US$89.6 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે વિદેશથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 2021માં રેમિટન્સ 7.3 ટકા વધીને US$589 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.