ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ 15 કિ.મી લાંબા ટ્રાફિકમાં ફસાયા, અનેક હોટલો પણ ફુલ
- હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો કહેર
- ફરવા આવેલા પ્રવાસીઓને મજાની બદલે મળી સજા
શિમલાઃ- દેશભરમાં ચોમાસાનું આગમન થી ચીક્યું છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તાર ઉત્તરાખંડ ,હિમાચલ પ્રેદશમાં મેધરાજાએ એન્ટ્રીની સાથે જ તબાહી ફેલાવી છે હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેના કારણે કેટલાક માર્ગો અવરોઘિત બન્યા છે.અને રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયેલો જોવા મળ્યો છે.
હિમાચલ પ્રદેશમાં વિકેન્ડમાં ફરવા આવેલા પ્રવાસીઓ એટવાયા છે, ખાસ કરીને વરસાદ શરુ થતાની સાથે જ લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તો સાથે જ મેીન રસ્તાઓ પર 15 કિમી લાંબો ટ્રાફિક જોવા મળ્યો છે જેના કારણે ઘણા લોકોએ અહી જ રોકાવાનું થતા તમામ હોટલો ફૂલ થઈ ચૂકી છે.પ્રવાસીઓની મજા વરસાદે બગાડી છે.
અહીં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સમગ્ર હિમાચલ પ્રદેશ જાણે ઠપ્પ થઈ ગયું છે. સેંકડો રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ચંદીગઢ-મનાલી હાઈવે પર ભૂસ્ખલન થયા બાદ હાઈવે પર જામ છે.તો બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પઠાણકોટમાં નેશનલ હાઈવે પર કેટલાય કિલોમીટર લાંબો જામ થઈ ગયો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે જો હવામાન ચોખ્ખું રહેશે તો પણ રસ્તાને પુન: શરૂ કરવામાં કેટલાક કલાકો લાગી શકે છે. જેને લઈને પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.