Site icon Revoi.in

પાટણથી સુરત જઈ રહેલી એસટી બસમાં અધવચાળે ડીઝલ ખૂટી જતાં પ્રવાસીઓ રઝળ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસમાં પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. જ્યારે બીજી બાજુ એસટીનું તંત્ર ખાડે જઈ રહ્યું છે. એસટી બસમાં અધવચાળે ડીઝલ ખૂટી જાય અને બસ પર રોકી દેવી પડે ત્યારે લાંબા રૂટ્સના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ સુરત ડેપોની બસનો બન્યો હતો પાટણથી સુરત જવા માટે સવારે 9:30 વાગે બસ રવાના થઈ હતી આ બસ ખીમીયાણા નજીક આવતા બસમાં ડીઝલ જથ્થો ખૂટી પડતા અમદાવાદ સુરત વડોદરા જનારા અંદાજે 50 મુસાફરો રઝળી પડ્યા હતા .જ્યારે કંડકટર દ્વારા ચાણસ્મા ડેપોને જાણ કરાતા ચાણસ્મા ડેપો દ્વારા સર્વિસ વાન લઈને ખીમિયાણા આવી એસટી બસને બાંધીને ચાણસ્મા  ડેપો ખાતે લાવવામાં આવી હતી. જ્યારે એસટી બસના કંડકટરે મહા મુસીબતે અમદાવાદ, વડોદરા, અને સુરત જનારા મુસાફરોને આગળથી આવતી બસોમાં રવાના કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ સુરત બસમાં ડીઝલ ખૂટી પડતા રઝળી પડેલા મુસાફરો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. સુરત જઈ રહેલી એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે સુરત જવાનું હોવાથી પાટણ સુરત બસમાં રિઝર્વેશન કરાવ્યું હતું ખીમિયાણા પાસે બસમાં ડીઝલ ખૂટી પડતા બરસ આગળ જઈ શકે તેમ નહતી. આથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસના ચાલકે બસમાં ડીઝલ છે. કે નહીં તેની તપાસ કરવી જોઈએ ત્યારબાદ જ બસ હંકારવી જોઈએ. બસના કંડકટરે બીજી બસો ઊભી રખાવીને પ્રવાસીઓને આગળ મોકલવાના પ્રયાસો કર્યા હતા. પણ લગ્નસરાની સિઝન હોય બીજી બસોમાં જગ્યા મળવી મુશ્કેલ હતી.

ચાણસ્મા ડેપો ખાતે આ ડીઝલ ખૂટી પડેલી બસને લાવવામાં આવી પરંતુ  કોઈ કારણોસર તેમાં ડીઝલ પણ ભરાતું ન હોવાના કારણે બેથી અઢી કલાક સુધી હેરાન થવું પડ્યું હતું.આવી પરિસ્થિતિમાં એસટી વિભાગ જવાબદાર જે કર્મચારી આવતા હોય પગલાં કરવા જોઈએ તેવી માગ મુસાફરો એ ઉચ્ચારી હતી.