અમદાવાદથી રામેશ્વરની યાત્રાએ જતા પ્રવાસીઓને સલેમ સ્ટેશને ઉતારી દેવાતા મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદઃ પશ્વિમ રેલવે દ્વારા તિર્થયાત્રા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવે છે. ઘણીવાર પ્રવાસીઓને રેલવે તંત્રનો કડવો અનુભવ થતો હોય છે. તાજેતરમાં અમદાવાદથી રામેશ્વરની જાત્રાએ ખાસ ટ્રેનમાં ગયેલા યાત્રિકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. અમદાવાદથી રામેશ્વરમ્ તીર્થયાત્રા માટે ગયેલા મોટી સંખ્યામાં પેસેન્જરોને સલેમ સ્ટેશને ઉતારી દેવાયા હતા. અમદાવાદથી આવેલી ટ્રેનની આગળની મુસાફરી કેન્સલ કરી હોવાની રેલવે દ્વારા સેલમ સ્ટેશને જાહેરાત કરાઈ હતી. આ ટ્રેન કેન્સલ થતા પેસેન્જરોએ ખાનગી બસથી આગળની 400 કિ.મી.ની મુસાફરી કરવાની ફરજ પડી હતી.
અમદાવાદથી રામેશ્વરની જાત્રાએ ગયેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, 20 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ સાથે યાત્રિકો રામેશ્વરમ યાત્રા કરવા 21મીએ સાંજે 5.40 કલાકે અમદાવાદથી ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેન ગુરૂવારે સાંજે રામેશ્વરમ પહોંચે તે પહેલા બપોરે લગભગ 12 કલાકે સલેમ સ્ટેશનેથી ટ્રેન કેન્સલ કરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જરોને ઉતારી દેવાયા હતા. સલેમ સ્ટેશનેથી આગળની મુસાફરી માટે અન્ય કોઈ ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી આ તમામ પેસેન્જરોને ત્યાંથી નાછૂટકે ખાનગી બસમાં વધારાનો ચાર્જ ચુકવી મુસાફરી કરવાની ફરજ પડી હતી. યાત્રિકોના કહેવા મુજબ સલેમ સ્ટેશને કોઈ રેલવે કર્મચારી જવાબ આપવા તૈયાર ન હતા. કેટલાક રેલવે કર્મચારીઓએ જણાવ્યું કે, આગળની મુસાફરીના નીકળતા તમારા પૈસા પાછા મળી જશે. આ અંગે પ્રવાસીઓ રેલવેના ઉચ્ચ સત્તાધિશોને ફરિયાદ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનની ઓખા-બનારસ અને ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનોને પરંપરાગત ICF ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી રેકની જગ્યાએ નવા LHB લિંક હોફમેન બુશ કોચ રેક સાથે ચલાવવામાં આવશે. LHB રેક્ પરંપરાગત રેક્ કરતાં વધુ આરામદાયક છે. કોચમાં સીટો, ચાર્જિંગ પોઈન્ટ, પંખા અને બ્રેક સિસ્ટમ પહેલા કરતા વધુ ગુણવત્તા મળશે. આ આંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યુ કે ઓખા-બનારસ એક્સપ્રેસ નવા LHB કોચ સાથે ઓખાથી 6-4-2023થી અને બનારસથી 8-4-2023થી ચલાવાશે.ઓખા-જયપુર એક્સપ્રેસ નવા LHB કોચ સાથે ઓખાથી 10-4-2023થી અને જયપુરથી 11-4-2023થી ચલાવાશે.ઉપરોક્ત ટ્રેનો માં હવે કુલ 22 LHB કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 2 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 જનરેટર વાન કોચ નો સમાવેશ થાય છે.