- યુપીમાં યોગ દિવસે પ્રવાસીઓ માટે ખાસ ભેંટ
- આગ્રા સહીતના તમામ સ્મારકો પર પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે
લખનૌઃ- દેશભરમાં 21 જૂને યોજાનારા ઈન્ટરનેશન યોદા દિવસની જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશમાં યોગ દિવસે પ્રવાસીઓ માટે ખાસ ભેંટ આપવામાં આવી છે,જાણકારી પ્રમાણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રવાસીઓ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સીકરી સહિત તમામ ASI સંરક્ષિત સ્મારકોમાં મફતમાં પ્રવેશ ફ્રી માં આપવામાં આવશે
અત્યાર સુધી, તાજમહેલ સહિત તમામ ઐતિહાસિક સ્મારકો ફક્ત 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ અને 19 નવેમ્બરના રોજ વિશ્વ ધરોહર સપ્તાહના પ્રથમ દિવસે અને 8 માર્ચે મહિલા દિવસ પર જ પ્રવાસીઓને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવતો હતો જો કે હવેથી યોગ દીવસે પણ ફ્રીમાં પ્વેશ મળશે . આ પ્રથમ વખત છે કે યોગ દિવસ પર સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવામાં આવ્યો છે.
આ બાબતે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષ એ 21 જૂને તમામ સ્મારકોમાં મફત પ્રવેશ માટેનો આદેશ જારી કર્યો છે. આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. રાજકુમાર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સ્મારકોને વિનામૂલ્યે બનાવવાની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે આ21 જૂનના રોજ યોગ દિવસે સવારે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રી સાથે લોકો પંચમહાલ આવશે અને 6:40 વાગ્યે વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યા બાદ 7 વાગ્યાથી યોગ કરશે.અહી મોટી સંખ્યામાં લોકો જોડાશે.