હવે પ્રવાસીઓ પૂર્ણિમાંના પાંચ દિવસ ફરીથી રાત્રીના સમયે તાજમહેલના દીદાર કરી શકશે – એક સાથે 400 લોકોને મંજુરી
- તાજમહેલના દિદાર ફરીથી રાત્રે કરી શકાશે
- પાંચ સ્લોટમાં રાત્રે થશે દિદાર
આગ્રાઃ- કોરોનાની સ્થિતિ હળવી થતા હવે પ્રવાસીઓને ઘણી બધી છૂટછાટ મળી રહી છે, ત્યારે હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજ મહેલના દિદાર રાત્રી દરમિયાન પણ કરી શકાશે, હવે તાજમહેલ તમામ સ્લોટમાં પાંચ દિવસ સુધી રાત્રે ખુલવામાં આવશે,આ સાથે જ 250ને બદલે હવે 400 પ્રવાસીઓ રાત્રે તાજમહેલ જોઈ શકશે. જે અત્યાર સુધી માત્ર ત્રણ સ્લોટમાં પ્રવાસીઓ રાત્રે તાજ જોઈ શકતા હતા. કોરોના પીરિયડ બાદ હવે તાજમહેલ નિહાળનારા પર્યટકોને પણ રાહત મળી શકશે.
રાજ્ય સરકારની નવી કોરોના ગાઈડ લાઈનમાં નાઈટ કર્ફ્યુ હટાવ્યા બાદ રાત્રે તાજમહેલના દિદાર કરવાની છૂટ મળી છેકોરોના કાળના લગભગ બે વર્ષ બાદ આ સુવિધા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે. અત્યાર સુધી તાજને પ્રવાસીઓના દર્શન માટે 8:30 થી 11 વાગ્યા સુધી અડધા કલાકના પાંચ સ્લોટમાં ખોલવામાં આવતો હતો.
દર પૂર્ણિમાના પાંચ દિવસ માટે, તાજમહેલ રાત્રે 8:30 થી 12 સુધી ખુલે છે. તેમાં આઠ સ્લોટ છે. દરેક સ્લોટ અડધા કલાકનો છે. દરેક સ્લોટમાં 50-50 પ્રવાસીઓને તાજમહેલની મુલાકાત લેવાની છૂટ છે.
તાજના રાત્રિના દર્શન માટે મોલ રોડ પરની એએસઆઈની ઓફિસમાંથી એક દિવસ અગાઉ ટિકિટ બુક કરાવવી જરુરી રહેશે છે. જો આ પાંચ દિવસની વચ્ચે શુક્રવાર આવે તો રાત્રે તાજમહેલ નહી જોવા મળે. તાજ ના દીદાર કરવા શુક્રવારે બંધ રહે છે. રાત્રે તાજમહેલ જોવા માટે, પ્રવાસીઓને પૂર્વી દરવાજાથી જ પ્રવેશ આપવામાં આવે છે.
તાજમહેલના નાઇટ વ્યૂ માટે ઓફિસમાંથી જ ટિકિટ બુક કરવામાં આવે છે. આ માટે કોઈ ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી નથી. તાજમહેલની મુલાકાત લેનાર પર્યટકના ઓળખ કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેની જગ્યાએ તાજમહેલ જોવા માટે બીજું કોઈ જઈ શકે નહીં.