- શહેરમાં કોરોના અંત તરફ
- એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો
- શરદી-ઉધરસના 260 કેસ નોંધાયા
રાજકોટ :દેશમાં કોરોના અંત તરફ છે.ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. ઘટતા કોરોનાના કેસ વચ્ચે હવે શરદી-ઉધરસના કેસ વધ્યા છે.
જો ડેન્ગ્યુની વાત કરીએ તો એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે.જયારે શરદી-ઉધરસના 260 કેસ,સામાન્ય તાવના 126 કેસ,ઝાડા-ઉલટીના 70 કેસ નોંધાયા છે.જેને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે.જેને આ રોગચાળો ના વકરે.