ટૂવાલ પણ તમારા થાકને દૂર કરવામાં બને છે મદદરુપ ,જાણો કઈ રીતે કરશો તેનો ઉપયોગ
- ટૂવાલથી પણ થાક કરી શકાય છે દૂર
- ગરમ પાણીમાં ટૂવાલ પલાળી નીચોવી તેનો શેક લઈ શકાય છે
સામાન્ય રીતે શિયાળાની ઠંડી ઋતુમાં આપણે ઘરના બહારના કામ કરીએ ત્યારે થાક વધુ લાગે છે એકતરફ ઠંડી હોવાના કારણે શરીર જાણે વધુ થાકી જાય છે આવી સ્થિતિમાં આપણે રિલેક્સ રહેવા બોડી મસાજ, હેર મસાજ કરતા હોઈએ છીએ જો કે આપણએ ટૂવાલો ઉપયોગ પણ આપણા થાકને ઉતારવામાં આકી શકીએ છીએ ,તો તમારા મનમાં સવાલ હશે કે વળઈ ટૂવાલથી થાક ઉતરતો હશએ, તો જવાબ છે હા તો ચાલો જોઈએ કઈ રીતે ટૂવાલનો આ માટે ઉપયોગ કરવો જોઈએ.
તમે ટુવાલને ગરમ પાણીમાં પલાળીને હળવા હાથે ત્વચાને સ્ક્રબ કરી શકો છો. આ રીતે જ તમે આખઆ બોડી પર પણ ટૂવાલનો ઉપયોગ આ જ રીતે કરી શકો છો જેનાથી તમને આરામ મળે છએ અને બોડીનો થાક દૂર થાય છે.
ત્વચાને કરો સ્ક્રબ
આ સ્ક્રબ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.આ પ્રક્રિયા દરમિયાન ત્વચાના છિદ્રો ખુલે છે અને ગંદકી સાફ થઈ જાય છે. આ સ્ક્રબ કરવા માટે કોટનના ટુવાલની જરૂર પડે છે. ઘણી વખત આપણા ચહેરાના રોમછિદ્રો બ્લોક થઈ જાય છે, જેના કારણે પિમ્પલ્સ અથવા ત્વચાની અન્ય સમસ્યાઓ શરૂ થાય છે, આ રીતે ચહેરાને સ્ક્રબ કરવાથી ચહેરા પર ચમક આવી શકે છે.આ સાથે જ ચહેરાની કાળશ દૂર થાય છે અને બ્લેક હેડ્સ અથવા સફેદ દાણાઓ પણ સાફ થઈ જાય છે.
રક્ત પરિભ્રમણ માટે કારગાર
ગરમ ટુવાલની સારવાર કરવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી શરીરનું એનર્જી લેવલ પણ વધે છે. તે આપણા સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
માનસિક શઆંતિ મળે છે
ગરમ ટુવાલ સ્ક્રબ દરમિયાન ત્વચાની ગોળાકાર ગતિ તમારા મન અને શરીરને અંદરથી આરામ કરવામાં મદદ કરે છે. આ મોટા પાર્લર માં પણ આ ક્રિયા કરવામાં આવે છે
એનર્જી લેવલ વધે
ગરમ ટુવાલને સ્ક્રબ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, આ રીતે તે તમને આપણા શરીરમાં એનર્જીનો સંચાર સુધારવામાં મદદ કરે છે. સવારે ગરમ ટુવાલને સ્ક્રબ કરવાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો.જો તમે રાત્રે સૂતા પહેલા કરો છો તો તેનાથી તમને આરામની ઊંઘ આવે છે.
શરીરને ડિટોક્સ કરવામાં મદદરુપ
ગરમ ટુવાલને સ્ક્રબ કરવાથી આપણી ત્વચાના છિદ્રો ખુલે છે. આ છિદ્ર આપણા શરીરના તમામ પ્રકારના ઝેર દૂર કરે છે, એટલે કે, તે ડિટોક્સ કરવાનું કામ કરે છે, મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે અને નવા કોષો બને છે.