Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો કહેર,ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર

Social Share

દિલ્હી: રાજધાની દિલ્હી-એનસીઆરમાં હળવી ઠંડીની સાથે સાથે ગંભીર વાયુ પ્રદૂષણે પણ તેની અસર શરૂ કરી દીધી છે. હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાયેલા છે. આંખોમાં બળતરા થઈ રહી છે. આખો દિવસ એવું લાગે છે કે જાણે આપણે કોઈ ભઠ્ઠી પાસે બેઠા છીએ. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI 300ને પાર કરી ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં વધુ વધારો થશે. નિષ્ણાતોના મતે દિવાળી પછી પ્રદૂષણનું સ્તર વધુ ખરાબ થશે. રાજધાનીની હવા દિનપ્રતિદિન ઝેરી બની રહી છે.

SAFAR અનુસાર, સોમવારે સવારે દિલ્હીમાં એકંદર AQI 322 નોંધાયો હતો. આ સ્તર અત્યંત ખરાબ શ્રેણીનું છે. રવિવારે AQI 309 નોંધાયો હતો. આ સાથે પડોશી શહેર નોઈડામાં AQI 324 નોંધવામાં આવ્યો છે. SAFAR-ભારત દ્વારા સોમવારે સવારે જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, સમગ્ર NCRમાં AQI 300 થી ઉપર એટલે કે ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. ગુરુગ્રામમાં પણ આજે AQIનો આંકડો 300ને પાર કરી ગયો છે. આજે સોમવારે, AQI અહીં 314 નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.

આ સાથે રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 300થી ઉપર નોંધાયો છે. દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં AQI 354, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના T-3 વિસ્તારમાં AQI 324, લોધી રોડ પર 311 અને IIT દિલ્હી વિસ્તારમાં AQI 314 ખૂબ જ ખરાબ શ્રેણીમાં અને મથુરા રોડ AQI 334 ખૂબ જ ખરાબ શ્રેણીમાં  નોંધવામાં આવ્યો હતો.જો કે, સરકાર રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે, જેમાં રેડ લાઈટ ઓન-એન્જિન બંધ અભિયાનનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે જે રીતે પ્રદૂષણનું સ્તર દરરોજ વધી રહ્યું છે તેના કારણે સરકાર ટૂંક સમયમાં તેને સમગ્ર દિલ્હીમાં લાગુ કરશે.