Site icon Revoi.in

રમકડાંના BSI પ્રમાણપત્ર ફરજિયાતના નિર્ણય જરૂરી પણ વેપારીઓ જુનો સ્ટોક ખાલી કરવાનો સમય આપો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રાજકોટ સહિત શહેરોમાં રમકડાં બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. ત્યારે સરકારે રમકડાંની સલમતી અને ગુણવત્તા નિશ્વિત કરવા માટે BSI પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને રમકડાંના નાના ઉદ્યોગકારોએ બીરદાવ્યો  છે. પણ મોટી સમસ્યા છે કે, રમકડાંના ઉદ્યોગકારો પાસે મોટો સ્ટોક જમા પડેલો છે. એટલે સ્ટોક ખાલી થાય ત્યાં સુધીનો સમય પવાની માગ ઊઠી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતના રમકડા ઉદ્યોગમાં વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે રમકડાંની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા લેવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે રમકડાં પર BIS પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે રમકડા ઉદ્યોગને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે રમકડાના રિટેલરોને તેમના હાલના સ્ટોકને ખાલી કરવા માટે થોડો સમય આપવો જોઈએ.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઘી અમદાવાદ ટોય એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે BIS  કાયદા સંદર્ભે ર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને, સહભાગીઓ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા પણ જોડાયા હતા. જેમાં જીસીસીઆઈના પ્રમુખ હેમંત શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સહભાગીઓને આવકાર્યા અને તેની પ્રવૃત્તિઓ વિશે સહભાગીઓને માહિતગાર કર્યા હતા. સાથોસાથ ઉપરોક્ત બાબત જણાવી હતી.
BIS, AHBO-I વૈજ્ઞાનિક ઇ એન્ડ હેડ એસ કે સિંઘે BIS અભિં 2016 અને રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડરની જોગવાઈઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. BIS, AHBO-Iના વૈજ્ઞાનિક ડી, શિવ પ્રકાશે લાયસન્સ આપવાની પ્રક્રિયા અને રમકડાં સંબંધિત ઉત્પાદન માટેની વિશિષ્ટ માર્ગદર્શિકા ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
BIS, AHBO-II વૈજ્ઞાનિક ઇ, અભિષેકે સહભાગીઓને વધુ સ્પષ્ટતા આપવા BIS પોર્ટલ પર ઓનલાઈન અરજી સબમિટ કરવાની પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન બતાવ્યું. પ્રશ્નોત્તરી સત્રમાં સહભાગીઓએ તેમના પ્રશ્નોની રજુઆત કરી હતી જેનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.