Site icon Revoi.in

અમદાવાદમાં ભગવાન જન્નાથજીની પરંપરાગત રથયાત્રા તા. 7મી જુલાઈએ નીકળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બિજ)ના રોજ નીકળશે. રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી. તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દર વર્ષે રથયાત્રા અમદાવાદના જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળે છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક યોજી હતી.

દર વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો તેમાં ભાગ લેશે. રથયાત્રાને લઈને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી