ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો વાહનચાલકો પાસે લાયસન્સ કે વાહનોના કાગળો માગી શકે નહીં
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવા વાહનો ઉમેરાતા જાય છે. તેને લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોને તૈનાત કરવામાં આવે છે. શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર તૈનાત ટીઆરબી જવાનો અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ટીઆરબી જવાનો વાહન ચાલકોને અટકાવીને તેમની પાસેથી લાયસન્સ અને વાહનના દસ્તાવેજોની માંગણી કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, ચાર રસ્તા ઉપર તૈનાતની કામગીરી માત્ર ટ્રાફિક નિયમનનું છે અને તેમની પાસે વાહન ચાલકો પાસેથી લાયસન્સ અને દસ્તાવેજોની માંગણી કરી શકે નહીં તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ કલ્પેશ જાની દ્વારા “ એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશન” પાસે આઈટીઆઈ અંતર્ગત વિવિધ માહિતી માગવામાં આવી હતી, જેમાં એવો જવાબ આપવામાં આવ્યો છે. કે, એ ટ્રાફિક પાલીસ સ્ટેશનની હદમાં કૂલ 36 જેટલા ટ્રાફિક બુથ આવેલા છે. જેમાં 100 જેટલા ટીઆઈબીના જવાનો ટ્રાફિક પોલીસની મદદમાં સેવા આપી રહ્યા છે. ટીઆઈબી(ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોએ ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની હોય છે. ડીઆબીના જવાનો કોઈપણ વાહનચાલક પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહનોના કાગળો માગી શકે નહીં.
શહેરના એ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનસી સર્કલ, માનવ મંદિર, અંધજન મંડળ ચાર રસ્તા, મંદે માતરમ્ ચાર રસ્તા, ઉમિયા હોલ ત્રણ રસ્તા, કેશવ બાગ ત્રણ રસ્તા, માનસી ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા, સત્તાધાર ચાર રસ્તા સહિત 36 જેટલાં બુથ આવેલા છે. તમામ બુથ પર ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆબીના જવાનોને તૈનાત કરનામાં આવ્યા છે. એટલે કે. 100 જેટલા ટીઆબી જવાનોને વિવિધ બુથ પર ફરજ સોંપવામાં આવેલી હોય છે. ટીઆઈબી(ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોએ ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની હોય છે. ડીઆબીના જવાનો કોઈપણ વાહનચાલક પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહનોના કાગળો માગી શકે નહીં, તેમ જાહેર માહિતી અધિકાર (આઈટીઆઈ) હેઠળ જવાબ આપવામાં આવ્યો હતો.
(PHOTO-FILE)