Site icon Revoi.in

રસ્તા પર જામ થતા ટ્રાફિકની અસર બાળકો પર થાય છે, જાણો આ બબાતનું સંશોધન શું કહે છે

Social Share

એક રિસર્ચ પ્રમાણે રસ્તા પર જામ થતું ટ્રાફિક બાળકોના વિકાસમાં અવરોઘીત સાબિત થાય છે તેની સીધી એસર બાળકોના મગજ પર પડતી જોવા મળે છે.સ્પેનની બાર્સેલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થનાં સંશોધકોએ બાર્સેલોનાની 38 શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો પર ા અભ્ાસ હાથ ઘર્યો હતો જેમાં આ બાબત સામે આવી છે.

જો બાળકોને સ્કૂલ જતી વખતે દરરોજ રસ્તામાં વધુ પડતાં ટ્રાફિકનો સામનો કરવો પડે તો તેનાં કારણે તેમની યાદશક્તિ પર ખૂબ ખરાબ અસર પડે છે

આ અભ્યાસ  7થી 10 વર્ષની ઉંમરનાં 2 હજાર 680 બાળકો પર થયો હતો  જેમાં જાણવા મળ્યું કે બાહ્ય અવાજના સ્તરમાં 5 ડેસિબલનો વધારો પણ યાદશક્તિની ક્ષમતામાં 11.5 ટકાનો ઘટાડો કરે છે જેના કારણે બાળકોનું સ્ટડી પરથી ફોકસ 4.8 ટકા જેટલું ઘટી જાય છે.

આ અભ્યાસ લેખક જોર્ડી સનરે હાથ ધર્યો હતો  તેમણએ આ બાબતને લઈને કહ્યું હતું કે  ‘અમારું સંશોધનમાં જાણવા મળ્યું છે કે ’ધ્વનિ પ્રદૂષણ કિશોરાવસ્થા પહેલાં થતી મેમરી ક્ષમતાની વિકાસની પ્રક્રિયાને ધીમી કરે છે.આ સાથે જ  વર્ગખંડની અંદરનો ઘોંઘાટ જો સરેરાશ ડેસિબલ સ્તરથી વધુ હોય તો તે ન્યુરોડેવલપમેન્ટ માટે ખતરો સાબિત થઈ શકે છે.