Site icon Revoi.in

દિલ્હીમાં ઘણા રૂટો પર ટ્રાફિક જામની સ્થિતિ- સુરક્ષામાં સતત વધારા સાથે 2જી ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ રાખવાનો આદેશ

Social Share

દિલ્હીઃ-ગૃહ મંત્રાલયે ૨જી ફેબ્રુઆરી બપોરે 2 વાગ્યા સુધી સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ લંબાવી દીધો છે. સરહદો પર લોકોની સંખ્યા અને તણાવને જોત સરકારે આ પગલું ભર્યું છે.

રાકેશ ટીકૈતે કહ્યું કે સરકારે બજેટમાં કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકારે ખેડુતોને કૃષિ સાધનો પરની સબસિડીની સાથે કૃષિ ઉપકરણો પરનો ટેક્સ હટાવી દેવોં જોઇએ.

ખેડૂત આંદોલન વચ્ચે, ખેડુતોનું ધ્યાન પણ આજે બજેટ પર રહ્યું છે તે તમામએ પોતાના ફોન પર બજેટનું આખું ભાષણ જોયું. જો કે, સરહદી વિસ્તારોમાં આવું બન્યું નથી જ્યાં ઇન્ટરનેટ હજી પણ બરાબર કામ કરી રહ્યું નથી.દિલ્હી પોલીસ દ્વારા લાદવામાં આવેલા અવરોધને કારણે અનેક દિલ્હી-નોઈડા બોર્ડર એટલે કે ચીલ્લા બોર્ડર પણ લાબું ટ્રાફીક જામ જોવા મળ્યું છે

સાહિન-