Site icon Revoi.in

અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો હવે AI કેમેરાથી પકડાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો બિન્દાસ્તથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાથી અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલો બંધ હોવા છતાંયે દ્વીચક્રી વાહનચાલકો બિન્દાસ્તથી રોડ ક્રોસ કરતા હોય છે. આ ઉપરાંત ઓવરસ્પિડિંગ, હેલ્મેટ કે સીટ બેલ્ટના નિયમનું પાલન ન કરવું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, સહિત અનેક ટ્રાફિક ભંગના ગુનાઓ બનતા હોય છે. પહોલા તો શહેરમાં સીસીટીવી કેમેરાથી ફોટા પાડીને વાહનચાલકોને ઘેર મેમો મોકલવામાં આવતા હતા. પણ હવે સીસીટીવી દ્વારા વાહનચાલકો પર દેખરેખ રાખવામાં આવતી હોય એવું લાગતું નથી. ત્યારે હવે ટ્રાફિક પોલીસના વાહનો પર એઆઈ કેમેરા લગાવીને વાહનચાલકોને પકડવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ કરનાર વાહન ચાલકોને હવે ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાનો ઉપયોગ કરી દંડ ફટકારશે. પોલીસના આ પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ પોલીસની 5 વાહનમાં હાઈ રિઝોલ્યુશનવાળા એઆઈ કેમેરા ફીટ કરી ટ્રાયલ ચાલી રહી છે. એઆઈ કેમેરા યોગ્ય રીતે કામ કરી રહ્યા હોવાથી અઠવાડિયા સુધીમાં પોલીસના તમામ વાહનમાં આ પ્રકારના કેમેરા લગાવી દેવામાં આવશે. જેથી 14 નિયમના ભંગ બદલે એઆઈ કેમેરાથી ઈ-મેમો ઘરે મોકલવામાં આવશે. ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે સિગ્નલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી ઈમેમો જનરેટ કરવામાં આવી રહ્યા છે, સાથે જ ઓવરસ્પીડ માટે સ્પીડ ગનની પણ મદદ લેવામાં આવી રહી છે, જો કે હવે પોલીસ એઆઈ ટેકનોલોજીવાળા કેમેરાથી પણ હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈમેમો મોકલશે. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં એનઆઈસી સાથે ઈન્ટિગ્રેટ થયા બાદ ટ્રાફિક પોલીસની ગાડીના ડેશ બોર્ડ પર એઆઈ કેમેરા ફીટ કરવામાં આવશે અને પોલીસની કાર જે જગ્યા પર ઉભી હશે તે જગ્યાએથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલક મેમો ફટકારવામાં આવશે.

અમદાવાદ શહેરના સાંકડા રસ્તા અને ગલીઓમાં પણ ટ્રાફિક પોલીસના એઆઈ કેમેરા લગાવેલા વાહન ફરશે. ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો મોકલશે. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં એનઆઈસી સાથે ઈન્ટિગ્રેટ થયા બાદ ટ્રાફિક પોલીસની ગાડીના ડેશ બોર્ડ પર એઆઈ કેમેરા ફીટ કરવામાં આવશે અને પોલીસની કાર જે જગ્યા પર ઉભી હશે તે જગ્યાએથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલક મેમો ફટકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ પાઈલટ પ્રોજેક્ટ પહેલા કેમેરાનું પરીક્ષણ કર્યુ હતું. એઆઇથી સજ્જ કેમેરાની ક્વોલિટી અને કનેક્શન બાબતે ચકાસણી કરવા માટે ટ્રાફિક વિભાગે એએમટીએસ બસમાં આ કેમેરો ઇન્સ્ટોલ કરીને ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ કેમેરાની મદદથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોની તમામ માહિતી મેળવી તેને મેમો મોકલવામાં સરળતા રહે છે. જેથી આ પ્રયોગ સફળ રહેવાની સાથે જ ટ્રાફિક પોલીસે તેમની પાંચ કાર પર આ કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે.