ભારત- બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ ‘મુજિબ’નું ટ્રેલર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લોંચ કરાયું – જે બાંગલાદેશમા રાષ્ટ્રપિતાની બાયોપિક છે
- કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મુજિબનું ટ્રેલલર રિલીઝ
- બાંગલાદેશના રાષ્ટ્પિતાની છે આ બાયોપિક ફિલ્મ
મુંબઈઃ- વર્ષનો સૌથી મોટો ફિલ્મ ઈવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17મી મેથી શરૂ થયો છે. જે આવર્ષે ભારત મનાટે સ્પેશિયલ પણ કહી શકાય કારણ કે ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’નો દરજ્જો મળ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ગુરુવારે ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મુજીબઃ ધ મેકિંગ ઑફ અ નેશન’ના ટ્રેલર લૉન્ચ પ્રસંગે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે આ ફિલ્મ મોટી ભૂમિકા ભજવશે,આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરતા મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી
‘મુજીબઃ ધ મેકિંગ ઑફ અ નેશન
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું અને પ્રોડક્શનનું કામ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પૂરું થયું હતું. ફિલ્મમાં મુજીબનું પાત્ર આરીફીન શુવુ ભજવી રહ્યો છે. તે જ સમયે, ફઝલુર રહેમાન બાબુ, ચંચલ ચૌધરી, નુસરત ઇમરોઝ તિશા અને નુસરત ફારિયા પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા વિકી કૌશલના પિતા શામ કૌશલે આ ફિલ્મમાં એક્શન ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
બાંગલા દેશ અને ભારત બન્નેના સહયોગથી બની છે આ ફિલ્મ
કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ફિલ્મ ‘મુજીબ’ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવે છે. આ સાથે, તે એક ઉદાહરણ સ્થાપિત કરે છે કે કેવી રીતે બે રાષ્ટ્ર એક સાથે વિકાસ કરી શકે છે. ઠાકુરે કહ્યું કે બંગબંધુ પર ફિલ્મ બનાવવાનો વિચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીનાએ રજૂ કર્યો હતો.
નિર્દેશન શ્યામ બેનેગલે કર્યું છે
ભારત અને બાંગ્લાદેશમાં વ્યાપકપણે શૂટ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્દેશન શ્યામ બેનેગલ દ્વારા કરવામાં આવ્યું છે. શ્યામ બેનેગલે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે કામ કરવું એ એકદમ અદ્ભુત સફર હતી કારણ કે મને બંને દેશોના કલાકારો અને ટેકનિશિયન સાથે કામ કરવાનું મળ્યું.