Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં સર્જાયો ટ્રેન અકસ્માત – માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર લાગતા 50થી વધુ યાત્રીઓ ઘાયલ

Social Share

મુંબઈઃ- વિતેલી મોડી રાતે અંદાજે 2 વાગ્યેને 30 મિનિટ પર મહારાષ્ટ્રમાં બે ટ્રન વચ્ચે ટક્કર થતા અકસમ્તા સર્જાયો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના રાયપુરથી નાગપુર જઈ રહેલી ટ્રેનનો ગોંદિયામાં અકસ્માત થયો છે. માલગાડી  અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં 50થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.13 જેટલા યાત્રીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ છે.

આ ઘટનાને મામલે પ્રાથમિક માહિતી અનુસાર છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહેલી પેસેન્જર ટ્રેન ગોંદિયામાં ઊભેલી ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા  હતા, જેના કારણે 50થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. જો કે  આ અકસ્માતમાં કોઈ  મોતના સમાચાર નથી.

આ દુર્ઘટના એક જ ટ્રેક પર બંને ટ્રેનોના આવવાના કારણે થઈ. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી ગઈ હતી. ટ્રેન જેવી ગોંદીયા પહોંચી ત્યાજ જ ટ્રેક પર ઉભેલી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી. ટેકનિશિયન તરફથી યોગ્ય સિગ્નલ ન મળવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે.