અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જાહેર પરિવહન પણ રાબેતા મુજબ બની રહ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી ઉપડતી અને પસાર થતી નવ ટ્રેનો ફરી શરૂ થઈ છે. વર્તમાન કોરોના મહામારીની અસરને ઘટાડવા અને મુસાફરોની સુવિધા અને માંગ માટે પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી દોડતી અને પસાર થતી કુલ 18 ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ શતાબ્દી સ્પેશિયલ 28 જૂન 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. જ્યારે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી સ્પેશિયલ 28 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર,
શુક્રવાર અને શનિવારે ચાલશે. હાપા-મડગાંવ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 જૂનથી આગળની સૂચના સુધી દર બુધવારે દોડશે. મડગાંવ – હાપા સુપરફાસ્ટ સ્પેશિયલ 02 જુલાઇ 2021 થી આગામી સૂચના સુધી દર શુક્રવારે ચાલશે. મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે. અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે. બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ 1 લી જુલાઇથી આગળની સૂચના સુધી દર ગુરુવારે ચાલશે. ભગત કી કોઠી – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 2 જુલાઈ, 2021 થી દર શુક્રવારે દોડશે. ભાવનગર – કોચુવેલી સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે દોડશે. કોચુવેલી ભાવનગર સ્પેશિયલ 1 લી જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે દોડશે.
આ ઉપરાંત પોરબંદર – કોચુવેલી સ્પેશિયલ 1 જુલાઈ 2021 થી દર ગુરુવારે દોડશે. કોચુવેલી – પોરબંદર સ્પેશિયલ આગળની સૂચના સુધી દર રવિવારે 4 જુલાઇ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવાર અને શનિવારે ચાલશે. સરાઇ રોહિલા – પોરબંદર સ્પેશિયલ 1 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર સોમવારે અને ગુરુવારે ચાલશે.
બાન્દ્રા ટર્મિનસ – મહુઆ સ્પેશિયલ 30 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે ચાલશે.
16. ટ્રેન નંબર 09294 મહુવા – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 1 લી જુલાઇથી આગળની સૂચના સુધી દર ગુરુવારે ચાલશે. બાન્દ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે. અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 30 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલશે. પોરબંદર-કોચુવેલી સ્પેશિયલમાં 1 મી જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ લગાવવામાં આવી રહી છે અને 09261 કોચુવેલી-પોરબંદર સ્પેશિયલમાં 4 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન એક સ્લીપર કોચ ઘટાડવામાં આવી રહ્યો છે.