અમદાવાદઃ દેશમાં વંદે ભારત અને રાજધાની સહિત સુપરફાસ્ટ ટ્રેનો પ્રતિકલાક 160 કિલોમીટરની ઝડપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15મી ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ અને નાગદા વચ્ચે વંદે ભારત અને રાજધાની પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દાડાવવામાં આવશે. જેના લીધે પ્રવાસીઓ પોતાના ગંતવ્યસ્થળે વહેલા પહોંચી શકશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 15મી ઓગસ્ટથી ભારતીય રેલવેની ટ્રેનોની સ્પીડની આઝાદી મળવા જઈ રહી છે. 15મી ઓગસ્ટથી 130 કિમી પ્રતિ કલાકે દોડતી વંદે ભારત અને રાજધાની સહિતની ટ્રેનોને 160 કિમી પ્રતિ કલાકે દોડાવશે. એ માટે રેલવે બોર્ડે મુંબઇથી અમદાવાદ-નાગદા રૂટને પસંદ કરયો છે તથા આ રૂટના કોઈ પણ કામ હોય તો 30 જૂન સુધીમાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દરમિયાન પશ્ચિમ રેલવેએ મુંબઇ અમદાવાદ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારવા માટે જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સહિતના કામ પૂર્ણ કરી લીધા છે. 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન દોડાવવા માટે કમિશનર ઓફ રેલવે સેફ્ટીની મંજૂરી મળવી જરૂરી છે. સીઆરએસના ઇન્સ્પેક્શન સમયે કોઈ સમસ્યા નહીં આવે એ માટે મુંબઇ સેન્ટ્રલ અને વડોદરા ડિવિઝનના એકથી બીજા છેડા સુધી મશીન એટેન્શન માટે યાર્ડ અને સેક્શનની યોજના બનાવી છે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં 25 કિમી અને રતલામમાં 6 કિમીની બાઉન્ડ્રી વોલનું કામ પ્રગતિમાં છે. જુલાઇના પહેલા સપ્તાહમાં સીઆરએસની યોજના બનાવવા માટે કહેવાયું છે. પશ્ચિમ રેલવેના મુંબઇથી નાગદાના અને વડોદરાથી અમદાવાદના રેલવે ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર સહિતના એન્જિનિયરિંગ માટે રૂ. 3,950 કરોડ રૂપિયા ખર્ચાયા છે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ મુસાફરી સમય 5.23 કલાક છે, 160 કિમી પર દોડતા 4.40 કલાક લેશે, આમ, 45 મિનિટ બચશે. હાલમાં IRCTCની તેજસ મુસાફરીનો સમય 6.25 કલાક છે, 160 કિમી પર દોડતા 5.50 કલાક લેશે આમ, 35 મિનિટ બચશે.
આ ઉપરાંત હાલમાં શતાબ્દી એક્સપ્રેસ મુસાફરી સમય 6. 35 કલાકનો છે, 160 કિમી પર દોડતા 5. 50 કલાક લેશે, આમ, 45 મિનિટ બચશે. હાલમાં દુરંતો એક્સપ્રેસનો મુસાફરી સમય 6. 50 કલાકનો છે, 160 કિમી પર દોડતા 6.20 કલાકે લેશે, આમ, 40 મિનિટની બચત હશે. તેમજ ડબલ ડેકર એક્સપ્રેસ મુસાફરી સમય 6.55 કલાકનો છે, 160 પર દોડતા 6.15 કલાક લેશે, આમ, મુસાફરી સમય 45 મિનિટ બચશે – મુંબઇ દિલ્હી રાજધાની એક્સપ્રેસ મુસાફરી સમય 15. 32 મિનિટનો છે, 160 કિમી પર દોડતા 12 કલાક લેશે, આમ, 4 કલાક બચશે. એટલે પ્રવાસીઓને ફાયદો થશે,