Site icon Revoi.in

ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા વચ્ચે બ્લોકની કામગીરીને કારણે ટ્રેનો મોડી પડશે

Social Share

સુરતઃ  ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે બે દિવસ માટે બ્લોક લેવામાં આવ્યો છે. ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા – આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોક લેવાનો નિર્ણય કરાયો છે. જેને કારણે  આજે તા.23 મે, 2023ને મંગળવારે અને આવતી કાલે તા. 24મીને બુધવારે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે અને જ્યારે કેટલીક ટ્રેનો મોડી પડશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આજે તા.23મી તારીખે જે ટ્રેનો મોડી પડશે, તેમાં 22મીએ ઝાંસીથી રવાના થયેલી ટ્રેન નંબર 22195 ઝાંસી-બાંદ્રા એક્સપ્રેસ 4 કલાક મોડી પડશે. તેમજ  ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક મોડી પડશે. 22મીએ રવાના થનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બે ક્લાક મોડી પડશે. ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 19015 દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 04126 બાંદ્રા-સુબેદારગંજ એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એસી એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12925 મુંબઈ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે.

રેલવેના સૂત્રોએ વધુમાં જમાવ્યું હતું કે, આવતી કાલે તા. 24મીએ જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 19015 દાદર- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 09075 મુંબઈ-કાઠગોદામ એક્સપ્રેસ 45 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 ચેન્નાઈ- અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 1 કલાક 55 મિનિટ મોડી પડશે. આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 23 મે, 2023 (મંગળવારે) કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.આંશિક રીતે રદ કરાયેલી જે ટ્રેનો છે તેમાં ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ વડોદરા – અમદાવાદ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે. ઉપરાંત જે ટ્રેનો મોડી પડશે તેમાં ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ 1 કલાક 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22959 જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ 15 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22938 રીવા – રાજકોટ સુપરફાસ્ટ 20 મિનિટ મોડી પડશે.