Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં એસ્ટેટ, ટીડીઓ વિભાગના 208 કર્મચારીની સાગમટે બદલી

Social Share

અમદાવાદ: શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર કર્મચારીઓની બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. જેમાં એસ્ટેટ-ટિડીઓ ખાતામાં સાગમટે 208 કર્મચારી-અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આસિટન્ટ એસ્ટેટ ઓફીસર, આસિટન્ટ ટિડીઓ, વોર્ડ ઇન્સપેક્ટર અને સબ ઇન્સપેક્ટરોનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી એક જ સ્થળે કર્માચારીઓ ફરજ બજાવતા હોવાથી લાપરવાહી અને ભ્રષ્ટાચાર પણ વધ્યો હતો. મ્યુનિ. કમિશનરે ચાર્જ સંભાળ્યો ત્યારથી તમામ મ્યુનિ.કર્મચારીઓને એલર્ટ બનાવી દીધા હતા.દરમિયાન એસ્ટેટ વિભાગ અને ટીડીઓ વિભાગમાં અનેક ત્રુટીઓ જોવા મળી હતી. મ્યુનિ.કમિશનરે વર્ષોથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મ્યુનિ.ના એસ્ટેટ-ટિડીઓ ખાતામાં એક સાથે 208 કર્મચારી-અધિકારીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. અગાઉ પણ વિવિધ ખાતાના 500 કરતા વધુ કર્મચારીઓ અધિકારીઓની બદલી કરાઇ હતી. તેમજ આગામી દિવસોમાં વધુ એક બદલીની યાદી આવી શકે છે. ઇજનેરી વિભાગમાં પણ 15 અધિકારી-કર્મચારીઓની બદલી કરાઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના  ઈજનેર વિભાગના 586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર કરાયા હતા. AMC કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી હતી. એક જ ઝોનમાં 1 હજાર દિવસથી વધુ કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ હતી. હવે મ્યુનિ.ના આરોગ્ય વિભાગના કર્મચારીનું લિસ્ટ પણ કમિશનરે મંગાવી લીધુ છે. કર્મચારીઓ કેટલા વર્ષથી એક જ સ્થળે નોકરી કરે છે. તેની માહિતી પણ માંગી હોવાનું કહેવાય છે. મ્યુનિ.કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. મ્યુનિના ઘણા સેનેટરી ઈસ્પેક્ટરો ફરજ દરમિયાન ગાપચી મારતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે. આથી આરોગ્ય વિભાગમાં પણ આંતરિક બદલીઓ દૌર આવશે.