ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે 23 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન મૂકવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગરના કલેકટર તરીકે પ્રવિણા ડી કે,ને મુકવામાં આવ્યા છે.
અ ઉપરાંત રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી . પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર. દવેને તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બી.કે. પંડ્યાની મહીસાગર-લુણાવાડાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડી.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરના જીઆરડીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મ્યુનિ.કમિશનર તરીકે એમ. થેન્નારસમને મુકવામાં આવ્યા છે, જીઆડીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ રાહુલ ગુપ્તાને અપાયો છે. અમદાવાદના કલેકટર તરીકે ધવલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે પી.આર જોષી ભરૂચના DDO બન્યા છે. બી.કે વસાવા સુરતના DDO બન્યા છે. એસ.ડી ધાનાણી દ્વારકાના DDO, સંદીપ સાગલે ગાંધીનગરના કમિશનર બન્યા છે. યોગેશ નિરગુડે ટ્રાઈબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.