અમદાવાદઃ ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામીણ જનતાને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એસટી બસ દોડાવવામાં આવે છે. દરમિયાન એસટી નિગમના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્ય તાલીમ અને માનવ સંસાધન વ્યવસ્થાપક તરીકે, વી.એચ.શર્માને સેન્ટ્રલ ઓફિસથી વલસાડ ડિવિઝનમાં ડી.એમ.ઇ. અને ઇન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે, એ.કે.પરમારને અમદાવાદથી ભાવનગર વિભાગીય નિયામક તરીકે, બી.આર.ડીંડોરને નાયબ મુખ્ય યાંત્રિક ઇજનેર સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ તરીકે, આર.જે.નિર્મળને ભુજ ડેપો મેનેજર તરીકે, એન.કે.ઠક્કરને ભુજ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર તરીકે અને સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા ડી.ટી.જેઠવાને ગોધરા ડી.ટી.ઓ. અને ઇન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે મુકવામાં આવ્યા છે.