દિવાળીમાં પ્રવાસનો માહોલ! રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમની 1400થી વધારે લોકોએ લીધી મુલાકાત
- દિવાળીમાં પ્રવાસીઓની લહેર
- ગાંધી મ્યુઝિયમમાં 1400થી વધારે લોકો આવ્યા
- દિવાળીના દિવસે પ્રવાસીઓની ભીડ જામી
રાજકોટ :દિવાળીનો તહેવાર આવે ને સાથે લોકો ફરવા નીકળી જતા હોય છે. કોરોનાવાયરસના કારણે ગત વર્ષે તો ઘણા લોકો ફરવા જઈ શક્યા ન હતા અને સાથે લોકોને તહેવારની પણ મજા રહી ન હતી. પણ હવે આ વખતે કોરોનાવાયરસનું સંક્રમણ કાબૂમાં રહેતા પ્રવાસીઓની ભીડ અનેક શહેરોમાં જોવા મળી છે. રાજકોટ શહેરમાં આવેલા ગાંધી મ્યુઝિયમમાં પણ 1400 કરતા વધારે લોકોએ મુલાકાત લીધી છે.
જાણકારી અનુસાર મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મુલાકાત માટે ચાલુ રાખવામાં આવ્યું હતું. જો કે આ માહિતી તા. ૦૪-૧૧-૨૦૨૧ થી તા. ૦૭-૧૧-૨૦૨૧ સુધીની છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના અન્ય શહેરો તથા પ્રવાસી સ્થળો પર પણ ભીડ જોવા મળી છે. લોકો લાંબા સમય પછી ફરીવાર પ્રવાસનો આનંદ માણી રહ્યા છે.